નવી દિલ્હી : ચૂંટણી કમિશનર રાજીવ કુમારને ગુરુવારે આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત(Appointment of Rajiv Kumar as Chief Election Commissioner) કરવામાં આવી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ તેઓ 15 મેના રોજ પદભાર સંભાળશે. હાલમાં કાર્યરત CEC સુશીલ ચંદ્રાનો કાર્યકાળ 14 મેના રોજ પૂરો થાય છે.
આ પણ વાંચો - ભારત બાયોટેક 'વેરિઅન્ટ પ્રૂફ' રસી બનાવશે, આ પ્રકારની જોવા મળશે ખાસિયતો
નવા મુખ્યની કરાઇ નિયુક્તિ - નોટિફિકેશન સાર્વજનિક કરીને કાયદા પ્રધાન કિરેન રિજિજુએ રાજીવ કુમારને શુભેચ્છા પાઠવી હતી. રાજીવ કુમાર 1984 બેચના IAS છે. 2 સપ્ટેમ્બર, 2020 ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર રાજીવ કુમાર 15 મે 2022 થી 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. રાજીવ કુમારનો 65મો જન્મદિવસ 19 ફેબ્રુઆરી 2025ના રોજ છે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
નવા મુખ્ય ચૂંટણી કમિશનરની કરાઇ નિયુક્ત
આ પણ વાંચો - રાંચી એરપોર્ટ પર દિવ્યાંગ બાળકને રોકવાના મામલે DGCAની તપાસ શરૂ
કયા કરી ચુક્યા છે કામ -ભારત સરકારમાં તેમની 36 વર્ષથી વધુ સેવા દરમિયાન, રજિન કુમારે કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં અને બિહાર/ઝારખંડના તેમના રાજ્ય સંવર્ગમાં કામ કર્યું છે. B.Sc, LLB, PGDM અને MA પબ્લિક પોલિસીની શૈક્ષણિક ડિગ્રી ધરાવતા, રાજીવ કુમારને સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ અને જંગલો, માનવ સંસાધન, નાણાં અને બેંકિંગ ક્ષેત્રોમાં બહોળો કાર્ય અનુભવ છે. પ્રવર્તમાન નીતિ પ્રણાલીમાં વધુ પારદર્શિતા, ટેક્નોલોજી એપ્લીકેશનની ડિલિવરી તરફ સુધારા લાવવા તેમની ઊંડી પ્રતિબદ્ધતા છે.
કયારે સંભાળશે ચાર્જ - રાજીવ કુમાર ફેબ્રુઆરી 2020 માં ભારત સરકારના નાણાં સચિવ તરીકે નિવૃત્ત થયા હતા, ત્યારબાદ તેઓ એપ્રિલ 2020 થી 31 ઓગસ્ટ 2020 ના રોજ ઓફિસ છોડ્યા ત્યાં સુધી પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. રાજીવ કુમાર 2015થી કર્મચારી અને તાલીમ વિભાગના એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર પણ છે.