- કોરોનાને ધ્યાનમાં રાખીને યોજાઇ બેઠક
- ટ્રીપલ ટી પર જોર દેવા જણાવ્યું
- સ્વાસ્થ્ય સચિવે ડેન્ગ્યુ પર પણ કરી ચર્ચા
ન્યૂઝ ડેસ્ક:કોરોના વાઇરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શનિવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ સ્તરિય બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણ, નીતિ આયોગના સદસ્ય ડૉ વી.કે. પૌલ સાથે જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓનો પણ હાજરી આપી હતી
રેકોર્ડ બ્રેક વેક્સિનેશન માટે પાઠવ્યા અભિનંદન
આ મીટિંગમાં 17મી સપ્ટેમ્બરના રોજ દેશમાં યોજાયેલા રેકોર્ડ બ્રેકિંગ રસીકરણ માટે તેમણે તમામ પ્રદેશોને અભિનંદન પાઠવ્યા હતાં સાથે જ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં આ પ્રકારનું વેક્સિનેશન ચાલું રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે રાજ્યોને કોરોના પ્રોટોકોલ લાગુ કરવા માટે પણ જણાવ્યું હતું. તેઓએ એવા દેશના ઉદાહરણ આપ્યા હતાં કે જ્યાં કોરોનાની ઘણી પીક આવી છે.