તમિલનાડુ: રાજ્ય સરકારે રાજીવ ગાંધી હત્યા કેસમાં (Rajiv Gandhi assassination case) દોષિતોમાંથી એક નલિની શ્રીહરન એક મહિનાની પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે. નલિનીના વકીલ રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે, તેને આજે શુક્રવારે પેરોલ પર મુક્ત (Nalini will be released on parole today) કરવામાં આવશે.
નલિનીને આજે પેરોલ પર મુક્ત કરવામાં આવશે
તમિલનાડુના વિશેષ સરકારી વકીલ હસન મોહમ્મદ ઝીણાએ ગુરુવારે મદ્રાસ હાઈકોર્ટમાં (Madras High Courtp) નલિનીના પેરોલ માટે સરકારનું વલણ રજૂ કર્યું હતું. નલિનીના વકીલે જણાવ્યું હતું કે, તેની બીમાર માતા પદ્માએ કોર્ટને પેરોલ મંજૂર કરવાની વિનંતી કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. હવે નલિની તેની બીમાર માતા પદ્માને જોવા જઈ શકશે. નલિની હાલમાં વેલ્લોરની વિશેષ મહિલા જેલમાં બંધ છે.
નલિની માતા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રહેશે
જસ્ટિસ PN પ્રકાશ અને R હેમલતાની બેન્ચે પેરોલની મંજૂરી આપતી વખતે નલિની માટે ઘણા નિયમો નક્કી કર્યા છે. તે તેની માતા સાથે વેલ્લોરના સતુવાચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ભાડાના મકાનમાં રહેશે. તેની સાથે બહેન કલ્યાણી અને ભાઈ બકિયાનાથન પણ રહેશે.