જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 52મી મેચ જયપુરમાં આવેલ સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં RRની ટીમએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમા 2 વિકેટે 214 રન બનાવ્યા હતા. તેમજ SRHની ટીમને જીતવા માટે 215 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જો કે ભારે રસાકસી વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 217 રન બનાવ્યા હતા. હૈદરાબાદ મેચ હારી જ ગયું હતું. પણ 20મી છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે નો બોલ મળ્યો, જેથી એક રન મળ્યો અને એક બોલ રમવા મળ્યો. નો બોલમાં જે વધારાનો એક બોલ રમવા મળ્યો તેમાં સિક્સ મારી હતી અને હૈદરાબાદ જીતી ગયું હતું. આમ નો બોલે હૈદરાબાદને જીતાડ્યું હતું.
RRની બેટીંગ :ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ રાજસ્થાનની ટીમે 2 વિકેટના નુકસાન પર 214 રન બનાવ્યા હતા. જેમાં યશસ્વિ જયસ્વાલએ 18 બોલમાં 35 રન, જોસ બટલરએ 59 બોલમાં 95 રન, સંજૂ સેમસનએ 38 બોલમાં 66 રન (અણનમ) અને શિમરન હેટમાયરએ 5 બોલમાં 7 રન (અણનમ) બનાવ્યા હતા.
SRHની બોલિંગ :હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 214 રન આપીને ફક્ત 2 જ વિકેટ લિધી હતી. જેમાં ભુવનેશ્વર કુમારએ 4 ઓવરમાં 1 વિકેટ, માર્કો જાનસેનએ 4 ઓવરમાં 1 વિકેટ, ટી.નટરાજનએ 4 ઓવરમાં 0 વિકેટ, માર્કાન્ડએ 4 ઓવરમાં 0 વિકેટ, અભિશેક શર્માએ 2 ઓવરમાં 0 વિકેેટ અને શર્માએ 2 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ અનમોલપ્રિત સિંહ 25 બોલમાં 33 રન, અભિષેક શર્મા 34 બોલમાં 55 રન, રાહુલ ત્રિપાઠી 29 બોલમાં 47 રન, હેઈનરિચ ક્લાસીન(વિકેટ કિપર) 12 બોલમાં 26 રન, એઈડન માર્કરમ(કેપ્ટન) 5 બોલમાં 6 રન, ગ્લેન ફિલિપ્સ 7 બોલમાં 1 ચોક્કો ને 3 સિક્સ મારીને 25 રન, અબ્દુલ સમદ 7 બોલમાં 17 રન અને માર્કો જેનસન 2 બોલમાં 3 રન બનાવ્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. અને ટીમનો કુલ સ્કોર 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ સંદિપ શર્મા 4 ઓવરમાં 48 રન આપ્યા હતા. કુલદીપ યાદવ 4 ઓવરમાં 50 રન આપી એક વિકેટ લીધી હતી. રવિચન્દ્રન અશ્વિન 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ 4 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી. મુરુગન અશ્વિન 3 ઓવરમાં 42 રન આપ્યા હતા. ઓબેદ મેકકોય 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.