જોધપુર રાજસ્થાન : જોધપુર બાળ કલ્યાણ સમિતિ દ્વારા દાહોદમાંથી મળી આવેલા બાળક રાહુલને પરિવારને સોંપવામાં આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડામાંથી અપહરણ કરાયેલા બાળકની તપાસ કાર્યવાહીમાં પકડાયેલા બાળકચોર દંપતિની પૂછપરછમાં બંનેએ રાહુલ નામના બાળકને જોધપુરથી ઉઠાવી લીધો હોવાનું કબૂલ્યું હતું.
રાહુલને શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશને પરિવારને સોંપાયો : ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના જોધપુરના જલજોગ ચોકડી પરથી ઉપાડી ગયેલા વિચરતા પરિવારના ત્રણ વર્ષના બાળકને પોલીસે શોધી કાઢીને પરિવારને પરત સોંપી દીધો છે. ગુજરાતમાં દાહોદ બાળ કલ્યાણ સમિતિમાંથી સાત વર્ષીય રાહુલને શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો હતો. જો કે, આ માટે પોલીસને પહેલા જોધપુરમાં પરિવારને શોધવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. પોલીસ વાલીઓને દાહોદ લઈ ગઈ હતી. ત્યાં ઓળખ થઈ અને પછી રાહુલને જોધપુર લઈ આવ્યાં હતાં. જોધપુર બાળ કલ્યાણ સમિતિને બાળકને સોંપતા પહેલા માતા અને પુત્રના નમૂના ડીએનએ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિએ બાળકને સ્વજનોને સોંપ્યો હતો.
દાહોદ પોલીસે બાળકચોર દંપતિને પકડ્યું : હકીકતમાં, 3 ઓગસ્ટના રોજ ભીલવાડામાં એક બાળક ગુમ થયું હતું. જે મામલાની રાજસ્થાન પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને સીસીટીવીમાં બાળકને લઈને જતા પતિપત્ની દેખાયાંહતાં. દરમિયાન ગુજરાતની દાહોદ પોલીસે બાળકચોર દંપતિને રેલવે સ્ટેશનેથી ઝડપી લીધું હતું જેમની સાથે 3 બાળકો હતાં. તેમાં એક દિલ્હીનું અને બે રાજસ્થાનના બાળકો હતો. રાજસ્થાન પોલીસે ગુજરાત તરફ ગયેલા બાળકચોર દંપતિની જાણ ગુજરાત પોલીસને કરી હતી. ત્યારબાદ દાહોદ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી.
રાહુલને જોધપુરથી ઉપાડી લેવાયો હતો :દાહોદ પોલીસે પતિ પત્ની અને ત્રણ બાળકોને ટ્રેનમાંથી ઝડપી લીધા હતા. જેમાં ભીલવાડામાંથી એક બાળકનું અપહરણ થયું હતું. પૂછપરછ દરમિયાન રાહુલને જોધપુરથી ઉપાડી લેવાયો હોવાની પણ માહિતી મળી હતી. જ્યારે એક બાળક દિલ્હીનો હતો. દાહોદ પોલીસે ત્રણેય બાળકોને ત્યાંની બાળ કલ્યાણ સમિતિને સોંપ્યા હતાં. ભીલવાડા પોલીસે જોધપુરને જાણ કરી હતી. જે બાદ શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન સક્રિય થયું અને બાળકને પરિવાર પાસે પરત લઈ ગયો. બાળક રાહુલને ઉઠાવગીર આરોપી બાલુસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ઉર્ફે કરણે ચોકલેટની લાલચ આપી ઉઠાવી લીધો હતો.
નવેમ્બર 2019માં મસૂરિયાની રહેવાસી એક મહિલાએ પોલીસને જાણ કરી હતી કે કરણ નામનો વ્યક્તિ તેના 3 વર્ષના પૌત્ર રાહુલને ઉપાડી ગયો છે. કરણ હંમેશા તેની પાસે આવતો અને ચોકલેટ આપતો. એક દિવસ તેણે આવીને કહ્યું કે તે આજે ચોકલેટ લાવવાનું ભૂલી ગયો છું, તું મારી સાથે આવ તો તે રાહુલને પોતાની સાથે લઈ ગયો અને પાછો આવ્યો ન હતો...જોગિન્દરસિંહ(શાસ્ત્રીનગર થાના અધિકારી)
બાળકો પાસે ભીખ મંગવાતા હતાં આરોપી દંપતિ :પોલીસે જણાવ્યું કે આ મામલામાં ભીલવાડા પોલીસે આરોપી બાલુ સિંહ ઉર્ફે મહેન્દ્ર સિંહ ઉર્ફે કરણ અને તેની પત્ની ગીતાની કસ્ટડીમાં પૂછપરછ કરી તો આરોપીઓએ કહ્યું કે તેઓ બાળકોને ઉઠાવી લેચાં હતા અને ભીખ મંગાવવાનું કામ કરાવતા હતા. જોધપુરથી બાળક ઉપાડ્યા બાદ તેણે દિલ્હીથી પણ બાળકને ઉપાડી લીધું હતું.. જેમની પાસેથી તે ભીખ માંગવા માટે અલગ અલગ જગ્યાએ જતો હતો. ભીલવાડામાં આ દંપતિ સીસીટીવીમાં કેદ થયું હતું. હવે પ્રોડક્શન વોરંટ પર બંનેની ધરપકડ કરવામાં આવશે.
- Dahod Crime : બાળ તસ્કરીના કેસમાં દાહોદ પોલીસે બે આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય નેટવર્ક ખુલ્યું
- મોટી સફળતા, ફૂટપાથ પરથી બાળકીની તસ્કરી કરનાર મહિલા હૈદરાબાદથી ઝડપાઈ
- દિલ્હીથી આઠ દિવસના બાળકની તસ્કરી કરતું દંપતિ વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયું