ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rajasthan News : અલવરના ઈટરાના કેન્ટ વિસ્તારમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે આર્મી જવાનનું થયું મોત - undefined

અલવરના ઈટરાના કેન્ટ વિસ્તારમાં હાર્ટ એટેકના કારણે આર્મી જવાનનું મૃત્યુ થયું છે. સૈનિકના વતનના ગામમાં સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 11, 2023, 6:29 PM IST

રાજસ્થાન : દેશમાં ઘણા સમયથી યુવાનો હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે. ફરી એક વખત એવોજ કિસ્સો સામે આવ્યો છે. શનિવારે ઇટરાના કેન્ટ વિસ્તારમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા એક સૈનિકનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. પરિવારજનોની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પછી મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો. સૈનિકના વતન ગામમાં સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ડ્યુટી પર જવાન થયો હતો બેભાન - MIA પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અલવરના ઈટરાના કેન્ટ વિસ્તારમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા ગામ પાટણ પોલીસ સ્ટેશન સીકરના રહેવાસી સંજય કુમાર ડ્યૂટી પર પોતાના ઘરેથી અલવર આવ્યા હતા. ફરજમાં જોડાયા બાદ અચાનક સંજયની તબિયત બગડતાં તે બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથે રહેલા અન્ય સૈનિકોએ તરત જ સંજયને સારવાર માટે અલવરની આર્મી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તબીબોએ મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : Surat News : 44 વર્ષીય યુવકનું યોગાસન કરતી વખતે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માતમ

પરિવારની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરાયું - સંજયના મૃતદેહને લઈને આર્મી ઓફિસર્સ અને સેનાના જવાનો અલવરની રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલના શબઘરમાં પહોંચ્યા હતા. સેનાના અધિકારીઓએ પરિવારને મામલાની જાણકારી આપી હતી. મેડિકલ બોર્ડ દ્વારા સંજય કુમારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ તેમના પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પછી મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Heart Attack : ક્રિકેટ મેચ દરમિયાન વધુ એક યુવાનને હાર્ટ એટેકથી થયું મોત

રાજકિય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર - શહેરના ખાંડુ કોલોનીના રહેવાસી આર્મી જવાનનું દેહરાદૂન કેમ્પમાં 24 ફેબ્રુઆરીની સવારે કસરત દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ઝોનલ સુબેદાર શૈલેષ પંચાલ વર્ષ 2002માં જેસીઓ તરીકે સેનામાં ભરતી થયા હતા.

For All Latest Updates

TAGGED:

Alwar news

ABOUT THE AUTHOR

...view details