રાજસ્થાન: બાંસવાડા જિલ્લાના કુશલગઢ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય રમીલા ખાડિયાના પુત્ર રોહિત ખાડિયાના ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્યના પુત્રની સાથે તેના અન્ય બે મિત્રોના હાથમાં પણ બંદૂક છે. વીડિયોમાં 2 ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો લગ્ન સમારોહનો જણાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ ફાયરિંગ ક્યારે અને ક્યાં થયું તેની પુષ્ટિ થઈ નથી.
Rajasthan News: રાજસ્થાનમાં MLAના દીકરાએ લગ્નમાં કર્યું ફાયરિંગ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ - MLAના દીકરાએ લગ્નમાં કર્યું ફાયરિંગ
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય રમીલા ખાડિયાના પુત્ર રોહિત ખાડિયા દ્વારા ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોહિત ખાડિયાએ હર્ષના ફાયરિંગનો 15 સેકન્ડનો વીડિયો પોતાના સોશિયલ એકાઉન્ટમાં શેર કર્યો છે.
![Rajasthan News: રાજસ્થાનમાં MLAના દીકરાએ લગ્નમાં કર્યું ફાયરિંગ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ અપક્ષ ધારાસભ્ય રમીલા ખાડિયાના પુત્ર રોહિત ખાડિયા દ્વારા હર્ષ ફાયરિંગનો વીડિયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18601362-thumbnail-16x9-.jpg)
મિત્રો સાથે ફાયરિંગનો વીડિયો વાયરલ: કુશાલગઢથી અપક્ષ ધારાસભ્ય રમીલા ખાડિયાના પુત્ર રોહિત ખાડિયાએ પોતાના સોશિયલ એકાઉન્ટમાં ફાયરિંગનો 15 સેકન્ડનો વીડિયો અપલોડ કર્યો છે. જે બાદ આ વીડિયો જિલ્લાની સોશિયલ સાઈટ પર વાયરલ થઈ રહ્યો છે. જો કે ફાયરિંગનો વીડિયો પાછળથી ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તે વાયરલ થઈ ગયો હતો. ફાયરિંગનો આ વીડિયો કુશાલગઢ વિધાનસભા મત વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. ધારાસભ્યનો પુત્ર રોહિત ખાડિયા લગ્ન સમારોહમાં ગયો હતો, ત્યારે તેણે તેના મિત્રો સાથે ફાયરિંગનો વીડિયો બનાવીને સોશિયલ સાઈટ પર અપલોડ કર્યો હતો.
આર્મ્સ એક્ટ હેઠળ કેસ:ધારાસભ્યના પુત્ર રોહિત ખાડિયા યુથ કોંગ્રેસના જિલ્લા ઉપાધ્યક્ષના પદ પર છે. આ મામલે એસપી અભિજીતે શુક્રવારે આદેશ આપ્યો છે કે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસપીનો આદેશ આવતાની સાથે જ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં કુશલગઢ પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે. તે જ સમયે ધારાસભ્ય રમીલા ખાડિયા પોતે કોઈ બંદૂક હોવાની અને ફાયરિંગની ઘટનાને નકારી રહ્યાં છે. ધારાસભ્યના પુત્ર રોહિત ખાડિયાએ જણાવ્યું કે તેમની પાસે બંદૂક નથી. તેણે પોતાની ભૂલ માટે માફી માંગી છે.