- ભાજપના રાજમાં CAA, NRC ફુગાવા, સરમુખત્યારશાહી બધું જ જોયું
- ભાજપના 'કુશાસન'થી બચાવવા માટેની લડત
- GST અને લોકડાઉન દરમિયાન લોકો સંકટમાં હતા ને ભાજપ સરકાર કયાંય નહોંતી
આસામ: આસામના સિલચરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા સચિન પાયલોટે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આજસુધી જે કહ્યું તે કરી બતાવ્યું. ભાજપે પણ વચન આપ્યું હતું કે, 25 લાખ નોકરીઓ મળશે પરંતુ આજે યુવાનો બેરોજગાર બની ગયા છે. પાયલોટે કહ્યું કે, અમે ખાતરી આપીએ છીએ, લેખિતમાં વચન છે, જે પાર્ટી પૂરી કરશે.
ભાજપના રાજમાં CAA, NRC ફુગાવા, સરમુખત્યારશાહી બધું જ જોયું
તેમણે કહ્યું કે, આજે સૌથી મોટી જરૂરિયાત રોજગારની છે. ભાજપની પાંચ વર્ષ સુધી સરકાર રહી, CAA (સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ), NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ), ફુગાવા અને સરમુખત્યારશાહી બધું જ જોયું. પરંતુ યુવાનો હજુ ત્યાં જ ઉભા છે. દેશમાં બેરોજગારી છે તેના કરતા કેટલીય વધુ બેરોજગાર આસામમાં છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવામાં આવશે ત્યારે અમે વચન આપીએ છીએ કે, આપણે બેરોજગારીનો અંત લાવીશું. પરંતુ યુવાનો કોઈપણ ભોગે ગેરમાર્ગે દોરાવા ન જોઈએ તે જરૂરી છે. તમારે તમારા મતનો વિચારપૂર્વક ઉપયોગ કરવો પડશે.
આ પણ વાંચો: રાહુલ અને પ્રિયંકાને મળ્યા સચિન પાયલટ, કોંગ્રેસે સમાધાન માટે સમિતિ બનાવી
ભાજપના 'કુશાસન'થી બચાવવા માટેની લડત