- રાજસ્થાનના મુખ્યપ્રધાનની તબિયત લથડી
- છાતીમાં દુ:ખાવો થતા સરકારી હોસ્પિટલમાં દાખલ
- અશોક ગહલોતે ખુદ ટ્વિટ કરીને આપી માહિતી
ન્યૂઝ ડેસ્ક: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતને અચાનક છાતીમાં અસહ્ય દુ:ખાવો થતા તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે તેમણે ખુદ ટ્વિટ કરીને માહિતી આપી છે.
શું લખ્યું હતું ટ્વિટમાં...
મુખ્યપ્રધાન ગહલોતે કરેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, "પોસ્ટ કોવિડ ઈફેક્ટના કારણે ગઈકાલથી મારી તબિયત ખરાબ છે. મારી છાતીમાં અસહ્ય દુ:ખાવો થઈ રહ્યો છે. SMS હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યો છે. જ્યાં મારી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. મને ખુશી છે કે, મારી સારવાર અહીં થઈ રહી છે. આપ સૌના આશિર્વાદ મારી સાથે છે. જલદી જ સ્વસ્થ થઈને પરત ફરીશ."