કુલગામ: જમ્મુ કાશ્મીરમાં હત્યાની (Jammu & Kashmir Murder Case) ઘટનાઓમાં સતત અને સખત વધારો થઈ રહ્યો છે. સ્કૂલ ટીચર અને એક સરકારી કર્મચારીની હત્યા બાદ હવે બેન્ક કર્મચારીને ગોળી (Firing on Bank Employee in kulgam) ધરબી દઈને હત્યા કરી દેવાઈ છે. આ પાછળ પાડોશી દેશમાંથી ખોટી રીતે આવી રહેલા આતંકવાદીઓનો મોટો (Shot Dead case Jammu) હાથ હોવાનું મનાય રહ્યું છે. ખાસ કરીને જેમણે સ્થાનિકો સાથે સાંઠગાંઠ કરીને આવી કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો છે. જમ્મુ કાશ્મરીના કુલગામમાં મૂળ રાજસ્થાનના બેન્ક કર્મચારી (Elaquai Dehati Bank Kulgam) પર ફાયરિંગ કરી પતાવી દેવાયો છે. ગુરૂવારે ખીણ પ્રદેશમાં એક ફોરેનર ઉપર પણ હુમલો કરાયો હતો.
આ પણ વાંચો:હવે ભારતમાં આતંકીઓની ખેર નથી, સુંજવાન આતંકવાદી હુમલામાં મુખ્યસુત્રધારને શોધી કાઢ્યો
કોણ છે આ વ્યક્તિ:આ વ્યક્તિની ઓળખ વિજય કુમાર તરીકે થઈ છે. જેઓ ઈલાકાઈ દેહાંતી બેન્કમાં નોકરી કરતા હતા. પોલીસે પ્રાથમિત તપાસ કરીને આ વિગત જાહેર કરી હતી. કાશ્મીરના કુલગામ જિલ્લાના મોહનપોરામાં આવેલી બેન્કમાં જઈને એક બુકાનીધારીએ બેન્કના કર્મચારી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી. બેન્કમાં કામ કરતા આ કર્મચારી મૂળ હનુમાનગઢ રાજસ્થાનના છે. આ ઘટના બન્યા બાદ સૈન્યની ટુકડીએ વિસ્તારને કોર્ડન કરી નાંખ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે.