જયપુરઃ સવારે 7 કલાકથી વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરુ થયું છે. મતદાન કેન્દ્ર પર મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન કેન્દ્રોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ધારાસભ્યને ચૂંટવા લાંબી લાઈન લગાવી રહ્યા છે. રાજસ્થાનની સૌથી મોટી વિધાનસભા બેઠક ઝોટવાડામાં પણ મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વૈશાલીનગર ટાગોર પબ્લિક સ્કૂલમાં મતદાન કેન્દ્ર પર મતદાતાઓ મતદાનને લઈને બહુ ઉત્સાહી છે. ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં મતદાતાઓએ પોતાના મતદાન પાછળના હેતુ જણાવ્યા છે. મતદાતાઓએ કહ્યું કે, સ્થાનિક મુદ્દાઓના ઉકેલ સાથે રાષ્ટ્રનો વિકાસ થાય તે પણ જરુરી છે. અમે તેને ધ્યાનમાં રાખીને મતદાન કરીશું. જનતાને સુખ સુવિધા પૂરી પાડી શકે તેવી સરકાર ચૂંટવા માટે મતદાન કરીશું તેમ પણ મતદાતાઓ જણાવી રહ્યા છે. પ્રદેશનો વિકાસ થવો બહુ મહત્વનો છે.
મતદાતાઓએ બેરોજગારી અને મોંઘવારીને પણ મોટી સમસ્યા ગણાવી હતી. મતદાતાઓએ કહ્યું કે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને રોજગાર મોટા મુદ્દા છે. જેને ધ્યાને રાખીને મતદાન કરીશું. ખાસ કરીને મહિલા મતદાતાઓએ પોતાની સુરક્ષાને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો. મહિલાઓએ તેવા ઉમેદવારને વોટ આપવાનું જણાવ્યું કે જે ઉમેદવાર મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપતો હોય.
ઝોટવાડા વિસ્તારના મતદાન મથકે નવા મતદારો પણ મોટી સંખ્યામાં લાઈનમાં મતદાન કરવા ઊભા છે. પ્રથમ વાર મતદાન કરનાર મતદાતાઓએ રોજગારને મહત્વ આપ્યું છે. જે પણ સરકાર બને તેને રોજગાર પર ધ્યાન આપવું રહ્યું. યુવા મતદાતાઓ લોકતંત્રના આ મહાપર્વમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યા હોવાથી ખૂબ જ ઉત્સાહી છે. યુવા મતદાતાઓ સહિત દરેક મતદાતાઓમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- રાજસ્થાનમાં 199 બેઠકો પર મતદાન શરૂ, 5 કરોડથી વધુ મતદારો 1,863 ઉમેદવારોના ભાવિનો કરશે નિર્ણય
- તેલંગાણામાં કોંગ્રેસ જીતશે તો બેરોજગારોની સમસ્યા દૂર થશેઃ પ્રિયંકા ગાંધી