ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Heart Transplant in Jaipur : એર એમ્બ્યુલન્સ દ્વારા જયપુર લાવવામાં આવ્યું હૃદય - હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

ગુરુગ્રામ નિવાસી ભૂપેન્દ્રના મૃત્યુ બાદ એર એમ્બ્યુલન્સ દ્વારા તેનું હૃદય જયપુર લાવવામાં આવ્યું છે. અહીંની ઇટરનલ હાર્ટ કેર હોસ્પિટલમાં (Eternal Heart Care Hospital) હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart Transplant in Jaipur) કરવામાં આવી રહ્યું છે. જો આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે તો ભૂપેન્દ્રનું હૃદય જયપુરમાં ધબકશે.

Heart Transplant in Jaipur : એર એમ્બ્યુલન્સ દ્વારા જયપુર લાવવામાં આવ્યું હૃદય
Heart Transplant in Jaipur : એર એમ્બ્યુલન્સ દ્વારા જયપુર લાવવામાં આવ્યું હૃદય

By

Published : Mar 30, 2022, 11:04 AM IST

જયપુરઃરાજસ્થાનનું 10મુંહાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart Transplant in Jaipur) જયપુરમાં કરવામાં આવી રહ્યું છે. જો તે સફળ થશે તો ગુરુગ્રામ નિવાસી ભૂપેન્દ્રનું હૃદય જયપુરમાં ધબકશે. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જયપુરની ઈટર્નલ હાર્ટ કેર હોસ્પિટલમાં (Eternal Heart Care Hospital) કરવામાં આવી રહ્યું છે. એર એમ્બ્યુલન્સ દ્વારા હૃદયને જયપુર લાવવામાં આવ્યું છે.

Heart Transplant in Jaipur : એર એમ્બ્યુલન્સ દ્વારા જયપુર લાવવામાં આવ્યું હૃદય

આ પણ વાંચો:સુરતની મહિલાનું હૃદય દિલ્હીની વિદ્યાર્થિનીમાં ધબકતું થયું

રાજસ્થાનનું 10મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ : હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી 25 વર્ષીય ભૂપેન્દ્ર રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ આ દરમિયાન ડોક્ટરોએ ભૂપેન્દ્રને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. આવી સ્થિતિમાં ભૂપેન્દ્રનું હૃદય એર એમ્બ્યુલન્સ દ્વારા જયપુર લાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:કોરોનાની કટોકટી વચ્ચે સિમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું

રાજસ્થાનમાં પહેલીવાર એર એમ્બ્યુલન્સ દ્વારા હૃદયને ટ્રાન્સપ્લાન્ટ માટે લાવ્યા : ભુપેન્દ્રને જયપુર એરપોર્ટથી ગ્રીન કોરિડોર બનાવીને હાર્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. જયપુર એરપોર્ટથી હૃદયને માત્ર ત્રણ મિનિટમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. હોસ્પિટલના સિનિયર કાર્ડિયાક સર્જન ડો.અજીત બાના નેતૃત્વમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે, કે રાજસ્થાનમાં પહેલીવાર એર એમ્બ્યુલન્સ દ્વારા હૃદયને ટ્રાન્સપ્લાન્ટ માટે લાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details