ગુજરાત

gujarat

ETV Bharat / bharat

3 મે સુધી જોઈ લેજો નહીં તો પછી... રાજ ઠાકરેનું નિવેદન - May 3 deadline for removal of loudspeakers atop mosques

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) વડા રાજ ઠાકરેએ ફરી એકવાર પુનરોચ્ચાર (MNS president Raj Thackeray) કર્યો કે, તેઓ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (loudspeaker issue) હટાવવા માટે 3 મે સુધી આપવામાં આવેલી સમયમર્યાદા પર (loudspeakers on mosque) અડગ છે. તેમણે ઔરંગાબાદમાં આયોજિત જાહેર સભામાં જણાવ્યું હતું.

3 મે સુધી જોઈ લેજો નહીં તો પછી... રાજ ઠાકરેનું નિવેદન
3 મે સુધી જોઈ લેજો નહીં તો પછી... રાજ ઠાકરેનું નિવેદન

By

Published : May 2, 2022, 7:34 AM IST

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર):મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રવિવારે ફરી એકવાર પુનરોચ્ચાર (MNS president Raj Thackeray) કર્યો કે, તેઓ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા (loudspeaker issue) માટે આપવામાં આવેલી 3 મેની સમયમર્યાદા પર અડગ (loudspeakers on mosque) છે. મોડી સાંજે અહીં એક જાહેર સભાને સંબોધતા ઠાકરેએ કહ્યું, "મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે આપવામાં આવેલી 3 મેની સમયમર્યાદા પછી જે કંઈ થશે તેના માટે હું જવાબદાર નહીં રહીશ." MNS વડાએ કહ્યું કે 4 મેથી તમામ હિંદુ મસ્જિદોએ બમણા લાઉડસ્પીકર વડે હનુમાન ચાલીસા વગાડવી જોઈએ.

આ પણ વાંચો:Eid-al-Fitr 2022: ભારતમાં ઈદ-અલ-ફિત્ર 2 તારીખે નહી ઉજવાય, હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી

મહારાષ્ટ્રની શક્તિ બતાવીશું:"જો તેઓ (મુસ્લિમો) સારી રીતે સમજી શકતા નથી, તો અમે તેમને મહારાષ્ટ્રની શક્તિ બતાવીશું," તેમણે કહ્યું. તેમણે કહ્યું કે લાઉડસ્પીકરનો અવાજ ધાર્મિક નથી, પરંતુ સામાજિક મુદ્દો છે. ઠાકરેએ કહ્યું કે તમામ લાઉડસ્પીકર (મસ્જિદો ઉપર) ગેરકાયદેસર છે. તેણે પૂછ્યું કે શું આ એક કોન્સર્ટ છે જેમાં આટલા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે?

આ પણ વાંચો:ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેને લઇને શા માટે આપ્યું આવું નિવેદન...

મહારાષ્ટ્ર સરકારને શું રોકી રહ્યું છે:ઠાકરેએ કહ્યું કે જો ઉત્તર પ્રદેશ સરકાર લાઉડસ્પીકર હટાવી શકે છે, તો પછી તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારને આવું કરવાથી શું રોકી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details