- હિમાચલમાં વરસાદે તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ
- વર્ષ 2005 પછી સૌથી વધુ વરસાદ નોંધાયો
- જુલાઇ મહિનામાં રાજ્યમાં 289 મીમી વરસાદ
શિમલા: આ વર્ષે હિમાચલમાં ચોમાસામાં (Monsoon in Himachal) ભારે વરસાદ પડી રહ્યો છે. 1 થી 31 જુલાઇ સુધીમાં રાજ્યમાં 289 મીમી વરસાદ નોંધાયો છે. જુલાઈ મહિનામાં વરસાદે છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ જુલાઈ 2005 માં રાજ્યમાં સામાન્ય કરતા 7 ટકા 309 મીમી વધુ વરસાદ પડ્યો હતો. જુલાઈ મહિનામાં વરસાદ સામાન્ય કરતા 6 ટકા વધારે છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદ 273 મીમી માનવામાં આવ્યો છે.
જુલાઈ 2021 દરમિયાન 12 જિલ્લાઓમાંથી કુલ્લુમાં સૌથી વધુ વરસાદ
હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર, જુલાઈ 2021 દરમિયાન 12 જિલ્લાઓમાંથી કુલ્લુ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે હમીરપુર, કાંગડા, મંડી, શિમલા અને ઉના જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સમયે બિલાસપુર, ચંબા, કિન્નૌર, લાહૌલ-સ્પીતી, સિરમૌર અને સોલન જિલ્લાઓમાં વરસાદ સામાન્યથી ઓછો રહ્યો છે, જુલાઈ મહિનામાં 11, 12, 16, 19 , 20, 25, 26 જુલાઈ, 27, 28, 29, 30 અને 31 ના રોજ ભારે વરસાદ નોંધાયો છે.
ઉનામાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
રાજ્યમાં 9 જુલાઈના રોજ ઉનામાં મહત્તમ તાપમાન (Maximum temperature in Himachal Pradesh) 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં કુલ્લુમાં સામાન્ય કરતા 90 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.લાહૌલ-સ્પીતી એક એવો જિલ્લો છે, જ્યાં સામાન્ય કરતાં 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ચંબામાં સામાન્ય કરતા 32 ટકા ઓછો વરસાદ થયો છે. આ સિવાય સોલનમાં સામાન્ય કરતાં 14 ટકા ઓછો, સિરમૌર 13 ટકા, કિન્નૌર 6 ટકા અને બિલાસપુરમાં સામાન્ય કરતા 1 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.