ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં આ રાજ્ય બન્યું વરસાદથી તરબતોર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

દિલ્હીના હવામાનમાં આજે (સોમવારે) સવારે મોટો ફેરફાર જોવા મળ્યો (Rain with strong winds in Delhi) હતો. દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો, જેના કારણે દિલ્હીવાસીઓને આકરી ગરમીથી થોડી રાહત મળી છે.

દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત
દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત

By

Published : May 23, 2022, 10:02 AM IST

Updated : May 23, 2022, 2:02 PM IST

નવી દિલ્હી:રાજધાની દિલ્હીમાં જ્યાં બે દિવસથી સાંજે ધૂળની ડમરીઓનું જોરદાર તોફાન (Rain with strong winds in Delhi) હતું, ત્યાં સોમવારે સવારે લગભગ પાંચ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે દિલ્હીનું હવામાન એકદમ ખુશનુમા બની ગયું (Delhiites get relief from heat) છે. પાટનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો. પરંતુ શુક્રવાર અને શનિવારે સાંજે રાજધાનીના અનેક વિસ્તારોમાં જ્યાં ધૂળની ડમરીઓ ઉડી હતી તો કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ (Delhi's weather turned pleasant) પણ થયો હતો.

આ પણ વાંચો:માન્ચેસ્ટર સિટીએ 11 સીઝનમાં છઠ્ઠા પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું

જોરદાર વાવાઝોડા સાથે વરસાદ: તેમજ સોમવારે સવારથી હવામાનમાં અચાનક મોટો ફેરફાર થયો અને પશ્ચિમ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો. હવામાનમાં આવેલા આ મોટા ફેરફારને કારણે ગરમીમાંથી ઘણી રાહત મળી છે. વાસ્તવમાં, હવામાન વિભાગે હવામાનમાં આ ફેરફારની સંભાવના પહેલાથી જ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી હતી કે દિલ્હી-એનસીઆરની આસપાસના વિસ્તારોમાં 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચો:PM મોદી ટોક્યો પહોંચ્યા, આ કાર્યક્રમોમાં લેશે ભાગ

ફ્લાઇટની કામગીરીને અસર: તેમજ આ વરસાદને કારણે સોમવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ફ્લાઈટ કામગીરીને અસર થઈ હતી. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને ફ્લાઇટની અપડેટ માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરવા વિનંતી કરી છે. દિલ્હી એરપોર્ટે ટ્વીટ કર્યું હતું કે, "ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરીને અસર થઈ છે. મુસાફરોને ફ્લાઇટની અપડેટ માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે."

Last Updated : May 23, 2022, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details