ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિમાનની જેમ ટ્રેનમાં પણ હવે એલ્યુમિનિયમ કોચ , ટ્રેનની ગતી અને યાત્રીઓની સુવિધા માટે આશીર્વાદ રૂપ

વિમાનની જેમ હવે ટ્રેનના કોચ પણ એલ્યુમિનિયમના બનાવાશે. આ પ્રકારના કોચ બનાવવાથી સૌ પ્રથમ ફાયદો ટ્રેનની ઝડપ વધારવામાં થશે. આ કોચ હળવા હોય છે જેથી ટ્રેનની ગતી વધશે. 40 થી 45 વર્ષો સુધી ઉપયોગમાં રહે તે રીતે બની રહેલા કોચ યાત્રીઓના આરામનું પણ ધ્યાન રાખવામાં આવશે. એક દાવો પણ એવો પણ છે કે દુર્ઘટનામાં આ પ્રકારના કોચમાં બેઠેલા યાત્રીઓને ઓછામાં ઓછુ નુકશાન થશે.

railways
ટ્રેનમાં પણ હવે એલ્યુમિનિયમ કોચ

By

Published : Aug 16, 2021, 12:45 PM IST

નવી દિલ્હી : વિમાનની જેમ હવે ટ્રેનના કોચ પણ એલ્યુમિનિયમના બનાવાશે. લાંબા સમયથી આ અંગે ચાલી રહેલા પ્લાનિંગ પર હવે કામ શરૂ થવા જઈ રહ્યું છે. આવતા એક વર્ષ સુધીમાં ભારતીય રેલમાં એલ્યુમિનિયમ કોચનો પહેલો જથ્થો આવી શકે છે. એલ્યુમિનિયમ કોચ થતા જ યાત્રિકોની સલામતી અને સુવિધામાં વધારો તેમજ ટ્રેનની ગતી વધવાનો દાવો છે.

ક્યાં તૈયાર થઈ રહ્યા છે એલ્યુમિનિયમ કોચ

જાણકારી અનુસાર રાયબરી સ્થિત મોર્ડન કોટ ફેક્ટ્રી એલ્યુમિનિયમ કોચ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કોચનો ઉપયોગ રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનમાં કરાશે. ઉત્તર રેલવેના એક અધિકારી અનુસાર સ્ટેનલેસ સ્ટીલ બાદ એલ્યુમિનિયમ કોચ ભારતીય રેલને એક નવી દિશા આપશે.

કેટલા સમયમાં એલ્યુમિનિયમ કોચ વાળી ટ્રેન જોવા મળશે

અધિકારીઓ પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આ પ્રકારના કોચ બનીને તૈયાર હશે. આ વિષય પર જાણકારી હજૂ સુધી સાર્વજનીક નથી કરાઈ પરંતુ આશા છે કે આવતા વર્ષે જુન - જૂલાઈ સુધીમાં આ કોચની ટ્રેન દેખાવા લાગશે. આ કોચ સીધી રીતે યાત્રીકો અને રેલવે વિભાગને ફાયદો પહોંચાડશે.

ABOUT THE AUTHOR

...view details