ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indian Railway: સંપૂર્ણ ટ્રેન બનાવવા માટે રેલવે ઘણા પૈસા ખર્ચે છે, આટલો ખર્ચ કોચ અને એન્જિનનો છે

ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક માનવામાં આવે છે. રેલવેના કારણે આપણે ઓછા બજેટમાં લાંબા અંતરને પણ કવર કરી શકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી મુસાફરી સસ્તી બને તેવી ટ્રેન બનાવવા માટે કેટલા પૈસા ખર્ચવામાં આવે છે? જો કે તમારી પાસે આનો જવાબ પણ નહીં હોય. રેલ્વે ટ્રેન બનાવવા માટે કેટલા પૈસા ખર્ચે છે અને દરેક ટ્રેનનો ખર્ચ સરખો છે કે નહીં? લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરે છે તો રેલવે વિભાગને કેવી રીતે ફાયદો થાય છે તે વિશે જાણીએ.

સંપૂર્ણ ટ્રેન બનાવવા માટે રેલવે ઘણા પૈસા ખર્ચે છે, આટલો ખર્ચ કોચ અને એન્જિનનો છે
સંપૂર્ણ ટ્રેન બનાવવા માટે રેલવે ઘણા પૈસા ખર્ચે છે, આટલો ખર્ચ કોચ અને એન્જિનનો છે

By

Published : Jun 17, 2023, 11:18 AM IST

ટ્રેન:મુસાફરી ટૂંકી હોય કે લાંબી, ટ્રેનની મુસાફરી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલમાં આપણા દેશમાં લગભગ 15 હજાર ટ્રેનો દોડી રહી છે. પરંતુ એટલી સરસ મજાની સુવિધા પાછળ જે ખર્ચ થાય છે તેના વિશે માહિતી છે ખરી? મોટી સુવિધાઓ માટે મોટી સંખ્યમાં પૈસાઓને વાપરવા પડે છે ત્યારે હાઇ-ફાઇ સુવિધાઓ મળે છે. ભારતમાં સૌથી વધુ વસ્તી છે. તેમાં પણ સામાન્ય અને મધ્ય લોકોની વસ્તી વધારે હોવાના કારણે લોકો મોટા ભાગે ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારત સરકાર પણ વંદે ભારત ટ્રેન પુરા દેશમાં લાવવા માટે તૈયારી બતાવે છે. તો જાણો આજે કે કેટલી કિંમતે બને છે આ ટ્રેન અને તેનું એન્જિન.

ટ્રેન બનાવવા માટે ખર્ચ: ટ્રેનમાં ઘણા પ્રકારના કોચ બનાવવામાં આવે છે.જેમાં જનરલ કોચ, સ્લીપર કોચ અને એસી કોચ હોય છે. જેમ સુવિધાઓ વધારે તેમ ટ્રેનની કિંમત વધારે જોવા મળે છે. જનરલ કોચની તો એક જનરલ કોચ તૈયાર કરવા માટે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. એક સ્લીપર કોચ તૈયાર કરવા માટે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આવા એક કોચને તૈયાર કરવા માટે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. કોચ સિવાય જો એન્જિનની વાત કરીએ તો માત્ર એક એન્જિનની કિંમત 18 થી 20 કરોડ છે. તેવી જ રીતે 24 બોગીવાળી સંપૂર્ણ ટ્રેન બનાવવામાં રેલવે દ્વારા લગભગ 60 થી 70 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

વંદે ભારત ટ્રેનની કિંમત: જયારે સરકાર કોઇ પ્રોજ્ક્ટ બહાર પાડે છે ત્યારે તેને સાંભળવો તો બહું ગમે છે પંરતુ જયારે તમને કિંમતની ખબર પડે તો તમે ચોંકી જશો. એમાંથી એક છે વંદે ભારત ટ્રેન પ્રોજ્ક્ટ. જેમાં સામાન્ય ટ્રેનની કિંમત 60 થી 70 કરોડની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. પંરતુ ભારતમાં દોડતી 'વંદે ભારત ટ્રેન'ની કિંમત જાણીને તમે ચોંકી જશો. ભારતમાં 13 રૂટ પર દોડતી વંદે ભારત ટ્રેનની કિંમત લગભગ 110 થી 120 કરોડ હોવાનું એક રિપોટમાં જાણવા મળ્યું છે.

વિવિધ પ્રકારની ટ્રેનોની કિંમત:24 બોગીવાળી સંપૂર્ણ ટ્રેન બનાવવા માટે રેલવે દ્વારા લગભગ 60 થી 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે દરેક ટ્રેન બનાવવાની કિંમત એકસરખી નથી હોતી, પરંતુ અલગ-અલગ ટ્રેનોની કિંમત અલગ-અલગ હોય છે. મેમુ 20 કોચની જનરલ ટાઈપ ટ્રેનની કિંમત 30 કરોડ રૂપિયા છે. કાલકા મેલ 25 કોચ ICF પ્રકારની ટ્રેનની કિંમત 40.3 કરોડ રૂપિયા છે. હાવડા રાજધાની 21 કોચની LHB પ્રકારની ટ્રેનની કિંમત 61.5 કરોડ રૂપિયા છે. 19 કોચવાળી અમૃતસર શતાબ્દી LHB પ્રકારની ટ્રેનની કિંમત 60 કરોડ રૂપિયા છે. આ કિંમત એન્જિન સહિત ટાંકવામાં આવી છે.

  1. Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ
  2. Balasore Train Tragedy: ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં ઘાયલ બિહારના વ્યક્તિનું SCB હોસ્પિટલ કટકમાં મોત, મૃત્યુઆંક વધીને 289 થયો

ABOUT THE AUTHOR

...view details