ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેતાજી એક્સપ્રેસના નામથી ઓળખાશે કાલકા મેલ : રેલવે

રેલવેએ હાવડા-કાલકા મેલના નામથી જાણીતી એક્સપ્રેસ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે સમગ્ર બાબતે ટ્વિટ કર્યું છે.

howrah kalka mail
howrah kalka mail

By

Published : Jan 20, 2021, 1:15 PM IST

Updated : Jan 20, 2021, 2:07 PM IST

  • નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જન્મજંયતી પર રેલવેએ મોટું એલાન
  • હાવડા-કાલકા મેલનું નામ હવે નેતાજી એક્સપ્રેસ
  • સરકાર આ યોજનાને ચૂંટણીમાં સંપુર્ણ ફાયદો ઉઠાવવાનો કોશિષ

નવી દિલ્હી : નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જન્મજંયતી પર રેલવેએ મોટું એલાન કર્યું છે. રેલ્વેએ હાવડા-કાલકા મેલનું નામ હવે નેતાજી એક્સપ્રેસ કરવાનો નિર્ણય લીધો છે.રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસે ભારતને સ્વતંત્રતા અને વિકાસના એક્સપ્રેસ માર્ગ પર આગળ વધાર્યો છે. હું તેમની જંયતી પર નેતાજી એક્સપ્રેસની શરુઆતથી ખુબ જ રોમાંચિત છું.

નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જન્મજંયતી પર રેલ્વેએ મોટું એલાન

ટીએમસી વચ્ચે નેતાજીની વિરાસતને લઈ લડાઈ શરુ

ઉલ્લેનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને પ્રચાર-પ્રસાર પણ શરુ થઈ ગયો છે. જેના માટે ભારતીય જનતા પાર્ટી અને રાજ્યમાં સત્તા સંભાળી રહેલી ટીએમસી વચ્ચે નેતાજીની વિરાસતને લઈ લડાઈ શરુ થઈ ગઈ છે. ત્યારે આશા છે કે, સરકાર આ યોજનાને ચૂંટણીમાં સંપુર્ણ ફાયદો ઉઠાવવાનો કોશિષ કરશે.

દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસના રુપમાં મનાવવાનો નિર્ણય

આ પહેલા સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત સરકારે નેતાજીની રાષ્ટ્ર માટે નિ : સ્વાર્થ સેવાને સમ્માનિત કરવા અને યાદ રાખવા માટે સાથે દેશના લોકો વિશેષ રુપથી યુવાઓને પ્રેરિત કરવા માટે દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસના રુપમાં મનાવવાનો નિર્ણય લીધો છે.

Last Updated : Jan 20, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details