ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 3 ગણો વધારો કરાયો, જાણો શા માટે.. - ગુજરાતી સમાચાર

કોરોનાના વધતા જતા કેસોને લીધે પ્લેટફોર્મ ટિકિટ સુવિધા એક વર્ષ પહેલા બંધ કરવામાં આવી હતી. હવે તેની ફરી શરૂઆત કરવામાં આવી રહી છે. જો કે, હવે પ્લેટફોર્મ ટિકિટો ખરીદવી એ પહેલા કરતા વધારે મોંઘી થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 3 ગણો વધારો કરાયો
રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 3 ગણો વધારો કરાયો

By

Published : Mar 5, 2021, 1:29 PM IST

  • રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10થી વધારીને 30 રૂપિયા
  • મુંબઈમાં કેટલાક સ્ટેશનો પર 50 રૂપિયામાં મળી રહી છે પ્લેટફોર્મ ટિકિટ
  • આ ભાવવધારો માત્ર લોકોની ભીડ ટાળવા માટે કરાયો હોવાની સ્પષ્ટતા

નવી દિલ્હી: રેલ્વેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો છે. પહેલાં આ ટિકિટ માટે 10 રૂપિયા ખર્ચવા પડતા હતા, જ્યારે હવે 30 રૂપિયા ચૂકવવા પડશે. રેલ્વેએ પ્લેટફોર્મ ટિકિટ 30 રૂપિયા કરી દીધી છે, જે અગાઉ 10 રૂપિયા હતી. તે જ સમયે, મુંબઇના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ વધારીને 50 રૂપિયા કરવામાં આવી છે.

ભાવવધારો માત્ર થોડા સમય માટે જ છે

આ અંગે જ્યારે રેલવે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર.ડી.બાજપાઇએ જણાવ્યું હતું કે, સ્ટેશનો પર ભીડ એકત્રિત ન થાય અને સામાજિક અંતર જાળવવાના માપદંડને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થોડા સમય માટે વધારો કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ કાબૂમાં થતાંની સાથે જ કિંમતોમાં ઘટાડો કરાશે.

ABOUT THE AUTHOR

...view details