ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલ કોચમાં બન્યુ રેસ્ટોરન્ટ, સફરમાં માણી શકાશે સ્વાદની મજા

આંધ્રપ્રદેશના ગુંટુર રેલ્વે વિભાગે ગુંટુર સ્ટેશન પર રેલ કોચ રેસ્ટોરન્ટ ખોલ્યું છે.(special attraction in Guntur is Food Express) આ એર કન્ડિશન્ડ મોડિફાઇડ રેલ કોચ ફૂડ પ્રેમીઓની જરૂરિયાતો પૂરી કરે છે. રેસ્ટોરન્ટ ચોવીસ કલાક સ્થાનિક ટેરિફ પર સ્વચ્છ ખોરાક પીરસશે.

સ્વાદ પ્રેમીઓ માટે નવુ નઝરાણું , રેલ કોચમાં બન્યુ રેસ્ટોરન્ટ
સ્વાદ પ્રેમીઓ માટે નવુ નઝરાણું , રેલ કોચમાં બન્યુ રેસ્ટોરન્ટ

By

Published : Oct 11, 2022, 8:37 PM IST

ગુંટુર (આંધ્રપ્રદેશ): ગુંટુર રેલ્વે સ્ટેશન લોકો અને પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ છે.(the first railcoach restaurant in the SCR) સ્ટેશન પરિસરમાં રેલ્વે કોચ શૈલીની થીમ આધારિત રેસ્ટોરન્ટ આપવામાં આવી છે. ગુંટુર ડિવિઝનના ડીઆરએમ આર. મોહનરાજાએ આ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.

રેલ કોચ રેસ્ટોરન્ટઃતેમણે કહ્યું હતુ કે, "દક્ષિણ મધ્ય રેલવે પર પ્રથમ વખત ગુંટુરમાં આ પ્રકારની રેલ કોચ રેસ્ટોરન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટની સ્થાપના સામાન્ય લોકોને અનોખો અને આનંદપ્રદ અનુભવ આપવા માટે કરવામાં આવી છે. જૂના સ્લીપર કોચને રેસ્ટોરન્ટમાં ફેરવી દેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટની જરૂરિયાતો માટે આ કોચને સુધારી અને લાઇસન્સ આપવામાં આપ્યુ છે. તેની સ્થાપના ગુંટુર રેલ્વે સ્ટેશન સંકુલની સામે કરવામાં આવી છે."

નવો અનુભવઃ આ નવીન વિચાર સાથે ટ્રેન મુસાફરોને સંપૂર્ણપણે નવો અનુભવ મળશે. સ્વચ્છ વાતાવરણમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ બધાને પોષણક્ષમ હશે. આ રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લી રહે છે. 'ફૂડ એક્સપ્રેસ' નામની રેસ્ટોરન્ટ ખાવાના શોખીનોને અવિસ્મરણીય અનુભવ આપશે.

ABOUT THE AUTHOR

...view details