ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના રાયગઢનાં તલાઈ ગામમાં ભૂસ્ખલનથી 44 લોકોનાં મૃત્યું - Landslide

મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 44 લોકોનાં મૃત્યું થયા છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ બાદ થયેલા અકસ્માતોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બચાવ કામગીરી ચાલુ છે.

raighadh
રાયગઢ બ્રેકિંગ: મહારાષ્ટ્રના રાયગઢનાં તલાઈ ગામમાં ભૂસ્ખલનથી 35 લોકોનાં મૃત્યું

By

Published : Jul 23, 2021, 2:22 PM IST

Updated : Jul 24, 2021, 1:15 PM IST

રાયગઢ : ચોમાસાના કારણે મહારાષ્ટ્રમાં આફત આવી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઘણા જિલ્લાઓ આની અસરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને હજી પણ પરિસ્થિતિ સુધરતી જણાતી નથી.

35 લોકો દબાયા

મુશળધાર વરસાદને પગલે રાજ્યના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન અને આફતોમાં ઓછામાં ઓછા 44 લોકોનાં મોત નીપજ્યાં છે અને 35 ઘાયલ લોકો સારવાર લઈ રહ્યા છે. બચાવ કાર્ય ચાલુ છે.

50 થી 60 નાગરીકો ફંસાયા

જિલ્લા કલેક્ટર નિધી ચૌધરીએ કહ્યું છે કે જિલ્લા પ્રસાશન તરફથી પ્રાથમિક સુચના આપવામાં આવી છે કે 50 થી 60 નાગરીક ફંસાયેલા છે તેમણે જણાવ્યું કે વરસાદ ઓછો થતા બચાવકાર્ય શરૂ કરવામાં આવશે. સતત પડી રહેલા વરસાદને કારણે બચાવકાર્યમાં તકલીફ પડી રહી છે.

Last Updated : Jul 24, 2021, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details