ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ અને કાશ્મીર: પોલીસની SIU ટીમના પુલવામામાં દરોડા, પૂછપરછ શરૂ

જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટ (SIU)(RAIDS UNDERWAY BY SIU TEAM OF JK POLICE) પુલવામાના અનેક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે.

જમ્મુ અને કાશ્મીર: પોલીસની SIU ટીમ પુલવામામાં દરોડા પાડી રહી છે
જમ્મુ અને કાશ્મીર: પોલીસની SIU ટીમ પુલવામામાં દરોડા પાડી રહી છે

By

Published : Oct 18, 2022, 1:30 PM IST

શ્રીનગર(જમ્મુ-કાશ્મીર): પોલીસના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટ (SIU)એ પુલવામાના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.(RAIDS UNDERWAY BY SIU TEAM OF JK POLICE) આ દરમિયાન આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઓગસ્ટમાં 30 કિલો IED જપ્ત કરવાના સંદર્ભમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

SIU પુલવામાના અનેક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે

30 કિલો IED:દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં નવનિયુક્ત રાજ્ય તપાસ એકમ દ્વારા પુલવામા જિલ્લામાં 7 અલગ-અલગ સ્થળોએ હજુ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે SIU જિલ્લા સ્તરે પોલીસની તપાસ એજન્સી છે. તે ઓગસ્ટમાં 30 કિલો IED જપ્ત કરવાના સંબંધમાં પુલવામાના જુંડવાલ, અરમુલા, નિલોરા અને બંધજુ, કાકાપોરા ગામોમાં દરોડા પાડી રહી છે.

કેટલાક લોકોની ધરપકડ:અધિકારીએ વધુમાં કહ્યું હતુ કે, "આ મામલામાં કેટલાક લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે IEDનું વજન લગભગ 25 થી 30 કિલો જેટલું હોય છે. તે ઓગસ્ટમાં પુલવામાના સર્ક્યુલર રોડ પર તહાબ ક્રોસિંગ નજીક પોલીસ અને સુરક્ષા દળો દ્વારા મળી આવ્યુ હતુ."

ABOUT THE AUTHOR

...view details