- રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન
- કોરોના રસીકરણને લઈ કર્યા આકરા પ્રહાર
- 'મોદી સિસ્ટમ' ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી
નવી દિલ્હી:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સંક્રમણની સ્થિતિને જોતા મંગળવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાહુલે કહ્યું હતું કે, આ સરકારમાં સરકાર સામે સવાલ ઉઠાવનારાઓની જેટલી સરળતા સાથે ધરપકડ કરવામાં આવે છે, એટલી જ સરળતાથી જો રસી મળી ગઈ હોત, તો દેશ આજે આ દર્દનાક સ્થિતિમાં ન હોત. કોરોના રોકો, જનતા તરફથી કોઈ પ્રશ્નો નહીં! '