ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલની પૂછપરછનો ક્યારે આવશે અંત, પાંચમા દિવસે પહોંચ્યા ED ઓફિસ - યંગ ઈન્ડિયન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે ED (Enforcement Directorate) દ્વારા ફરી પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ નેશનલ હેરાલ્ડ અખબાર (National Herald newspaper) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગના કેસનો સામનો કરી રહ્યા છે.'યંગ ઈન્ડિયન'ના પ્રમોટર્સ અને શેરધારકોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓનો સમાવેશ થાય છે.

રાહુલ પાંચમા દિવસે ED ઓફિસે પહોંચ્યો પૂછપરછ ચાલુ
રાહુલ પાંચમા દિવસે ED ઓફિસે પહોંચ્યો પૂછપરછ ચાલુ

By

Published : Jun 21, 2022, 4:31 PM IST

નવી દિલ્હી:નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં ચાર દિવસની પૂછપરછ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) ઓફિસમાં હાજર થયા અને તપાસ એજન્સી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી CRPFના (Central Reserve Police Force) જવાનોની Z+ શ્રેણીની સુરક્ષા સાથે લગભગ 11.15 વાગ્યે મધ્ય દિલ્હીમાં APJ અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા.

આ પણ વાંચો:મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા ઘેલા થયેલા પાટીલે યોગ કાર્યક્રમ પણ અધૂરો છોડ્યો...

30 કલાકથી વધુ સમય સુધી ચાલી પૂછપરછ:કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસની આસપાસ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (Code of Criminal Procedure) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં છે. સોમવારે રાહુલની લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 52 વર્ષીય રાહુલ ગાંધીની EDના અધિકારીઓએ ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ સુધી 30 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, જે દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act) હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો તેજ, ​​શિવસેનાના 2 નેતાઓ જશે સુરત

મીડિયા સંસ્થામાં ભંડોળના ટ્રાન્સફર સંબંધિત પુછાયા પ્રશ્નો:કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ 23 જૂને આ જ કેસમાં ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે સોનિયાને તાજેતરમાં દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી સોમવારે સાંજે તેને રજા આપવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે, ડોક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે.અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીને 'યંગ ઈન્ડિયન'ની (Young Indian) સ્થાપના, 'નેશનલ હેરાલ્ડ'ની કામગીરી અને કોંગ્રેસ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (Associated Journals Ltd.) ને નેશનલ હેરાલ્ડ અને કોંગ્રેસની લોનના સંચાલન અને મીડિયા સંસ્થામાં ભંડોળના ટ્રાન્સફર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.'યંગ ઈન્ડિયન'ના (Young Indian) પ્રમોટર્સ અને શેરધારકોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસે EDની કાર્યવાહીને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિપક્ષી નેતાઓ સામે બદલાની રાજનીતિ ગણાવી છે.

ABOUT THE AUTHOR

...view details