ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rahul-Priyanka to visit Amethi: આજે કેન્દ્રની નીતિઓના વિરોધમાં યોજશે પદયાત્રા - Rahul Gandhi News

અમેઠીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે અમેઠી એક દિવસીય પ્રવાસે (Rahul-Priyanka to visit Amethi) પહોંચશે. તે દરમિયાન તેઓ જગદીશપુરના રામલીલા મેદાનથી હારીમઉ ગામ સુધી મોદી સરકારની નીતિઓના વિરોધમાં (protest of the Centre's policies) યોજાયેલી 6 કિલોમીટરની પદયાત્રામાં (Congress march in protest of Modi government's policies) ભાગ લેશે.

Rahul-Priyanka to visit Amethi: આજે કેન્દ્રની નીતિઓના વિરોધમાં યોજશે પદયાત્રા
Rahul-Priyanka to visit Amethi: આજે કેન્દ્રની નીતિઓના વિરોધમાં યોજશે પદયાત્રા

By

Published : Dec 18, 2021, 9:10 AM IST

અમેઠીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે અમેઠીના એક દિવસીય પ્રવાસે (Rahul-Priyanka to visit Amethi) જશે. અહીં તેઓ અમેઠીના જગદીશપુરથી હરિમાઉ ગામ સુધી પદયાત્રા (Congress walk from Jagdishpur to Harimau village) કરશે. આ દરમિયાન રાહુલ અને પ્રિયંકા ગાંધી કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં (protest of the Centre's policies) આયોજિત લગભગ 6 કિલોમીટરની પદયાત્રામાં ભાગ લેશે. રાહુલ અને પ્રિયંકાની પદયાત્રાને સફળ બનાવવા કોંગ્રેસે પૂરી તાકાતલગાવી દીધી છે. લાંબા સમય બાદ અમેઠી આવી રહેલા રાહુલને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકરો કોઈ કસર છોડી રહ્યા નથી. રાહુલ અને પ્રિયંકાના સ્વાગત માટે અલગ-અલગ જગ્યાએ સ્વાગત દ્વાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Jagdish Thakor Interview: વિધાનસભાની ચૂંટણી કાલે આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને લડવા તૈયાર: જગદીશ ઠાકોર

6 કિમીની પદયાત્રામાં ભાગ લેશે રાહુલ-પ્રિયંકા

કોંગ્રેસના જિલ્લા એકમના પ્રવક્તા અરવિંદ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બરે સવારે લખનઉના અમૌસી એરપોર્ટ પહોંચ્યા બાદ રાહુલ અને પ્રિયંકા રોડ માર્ગે અમેઠી જશે. તેઓ અહીં અનામત વિધાનસભા બેઠક જગદીશપુરના રામલીલા મેદાનથી હરિમાઉ ગામ સુધી મોદી સરકારની નીતિઓના વિરોધમાં (protest of the Centre's policies) યોજાયેલી 6 કિલોમીટરની (Congress walk from Jagdishpur to Harimau village) પદયાત્રામાં ભાગ લેશે.

લાંબા સમય પછી રાહુલ ગાંધી આવી રહ્યા છે અમેઠી

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાહુલ અને પ્રિયંકાની અમેઠીનો પ્રવાસ એક (Rahul-Priyanka to visit Amethi) દિવસનો છે. તેઓ પદયાત્રાના સમાપન સ્થળ હરિમાઉ ખાતે સભાને પણ સંબોધશે. રાહુલ અને પ્રિયંકાની પદયાત્રાને સફળ (Congress walk from Jagdishpur to Harimau village) બનાવવા કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી છે. લાંબા સમય બાદ અમેઠી આવી રહેલા રાહુલને આવકારવા કોંગ્રેસના કાર્યકરો કોઈ કસર છોડી રહ્યા નથી. રાહુલ અને પ્રિયંકાના સ્વાગત માટે અલગ-અલગ જગ્યાએ સ્વાગત દ્વાર બનાવવામાં આવ્યા છે.

કોરોના કાળમાં પરિવારની મદદ કરવામાં રાહુલ ગાંધી રહ્યા સૌથી આગળઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય નરેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, રાહુલ અને પ્રિયંકાના અમેઠીમાં પરિવાર જેવા સંબંધ છે. તે હંમેશા અમેઠી અને તેના લોકો માટે વિચારે છે અને કામ કરે છે. કોરોના કાળમાં તે પોતાના પરિવારની મદદ કરવામાં સૌથી આગળ હતા.

આ પણ વાંચો-Aggression of Navjot Singh Siddhu: સિદ્ધુએ કહ્યું- "ચૂંટણી જીતવા માટે 'શો પીસ' બનીશ નહીં અને ક્યારેય ખોટું નહીં બોલું"

લોકસભાની ચૂંટણી હાર્યા પછી રાહુલ ગાંધી અમેઠી બીજી વખત આવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે જગદીશપુર વિધાનસભા બેઠક અનામત છે અને ભાજપના સુરેશ પાસી અહીંના ધારાસભ્ય છે, જે રાજ્ય સરકારમાં પ્રધાન છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સ્મૃતિ ઈરાની સામે હાર્યા બાદ રાહુલ ગાંધી બીજી વખત અમેઠીની મુલાકાતે છે. રાહુલ ગાંધી 15 વર્ષથી અહીંથી સાંસદ છે.

ABOUT THE AUTHOR

...view details