ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Telangana Election 2023: તેલંગાણામાં આજથી રાહુલ-પ્રિયંકા ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત - तेलंगाना में राहुल और प्रियंका का चुनावी अभियान

તેલંગાણામાં આગામી 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા આજથી તેલંગાણામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

Telangana Election 2023
Telangana Election 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 12:22 PM IST

હૈદરાબાદ: કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજથી બસ પ્રવાસ સાથે તેલંગાણામાં 30 નવેમ્બરની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની શરૂઆત કરશે. AICCના બંને નેતાઓ બપોરે 3:30 વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા બેગમપેટ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા રામાપ્પા મંદિર જવા રવાના થશે.

મહિલાઓ અને ખેડૂતો સાથે કરશે વાતચીત:પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ બંને બસ દ્વારા મુસાફરી શરૂ કરશે અને બાદમાં એક રેલીને સંબોધશે. આ દરમિયાન મહિલાઓ સાથે વાતચીત પણ કરશે. રેલી બાદ પ્રિયંકા ગાંધી નવી દિલ્હી પરત ફરવાના છે જ્યારે રાહુલ પ્રચારમાં વ્યસ્ત રહેશે. તેલંગાણાની તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી બોધનમાં નિઝામ સુગર ફેક્ટરીની મુલાકાત લેશે અને અરમૂરમાં હળદર અને શેરડીના ખેડૂતો સાથે વાતચીત કરશે.

તેલંગાણામાં ત્રણ દિવસનો કાર્યક્રમ: મુલુગુના કોંગ્રેસના ધારાસભ્ય દાનસારી અનસૂયા, જેઓ સીતાક્કા તરીકે જાણીતા છે, તેમણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધી આજે રાત્રે ભૂપાલપલ્લીમાં રોકાશે. તેઓ સાંજે 4.30 વાગે રામાપ્પા મંદિર પહોંચશે અને લગભગ 5 વાગ્યાની આસપાસ જનસભાને સંબોધશે. તેમણે કહ્યું કે આ પછી ભૂપાલપલ્લી (લગભગ 30 કિમી) સુધી બસની મુસાફરી થશે.

  • 18 ઓક્ટોબરથી 3 દિવસની યાત્રા આઠ મતવિસ્તારોને આવરી લેશે. રાહુલ ગાંધી રાજ્ય સંચાલિત માઈનિંગ કંપનીના કામદારોને મળશે.
  • 19મી ઓક્ટોબરે સિંગરેની કોલિરી, પેદ્દાપલ્લી અને કરીમનગર (નાઇટ હોલ્ટ) ખાતે જાહેર સભાઓમાં હાજરી આપશે.
  • 20 ઓક્ટોબરે તેઓ જગતિયાલમાં ખેડૂતોની બેઠકમાં ભાગ લેશે. આ પછી તેઓ અરમુર અને નિઝામાબાદ સહિત અન્ય સ્થળોએ કાર્યક્રમોમાં ભાગ લેશે.
  1. Sundar Pichai Thanks PM Modi: સુંદર પિચાઈએ 'અદ્ભુત' બેઠક માટે પીએમ મોદીનો આભાર માન્યો, જાણો શા માટે
  2. Arindam Bagchi Representative to UN: અરિંદમ બાગચી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત

ABOUT THE AUTHOR

...view details