નવી દિલ્હીઃ આઈઆરએસ ઓફિસર રાહુલ નવીનને શુક્રવારે ઈડીના ડાયરેક્ટર નિમણુક કરવામાં આવી છે. એક ઓફિશિયલ ઓર્ડર મુજબ 1993 બેચના આઈઆરએસ અધિકારી નવીનને નવા ડાયરેક્ટરની નિમણુક થાય ત્યાં સુધી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ 15 સપ્ટેમ્બર 2023ના રોજ ઈડીના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાને પોતાનો કાર્યકાળ સમાપ્ત કરવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે એકસ્ટેન્શન પર રોક લગાવીઃ સુપ્રીમ કોર્ટે 26મી જુલાઈએ સંજય મિશ્રાને 15 સપ્ટેમ્બર સુધી ફરજ પર રહેવા આદેશ કર્યો હતો. તે સમયે કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે મિશ્રાના ફરજનો કાર્યકાળ આગળ વધારવામાં નહીં આવે. સુપ્રીમે આ આદેશ સંજ્ય મિશ્રાને સતત એક એક વર્ષ સુધી આપેલા એક્સટેન્શનને અયોગ્ય ઠેરવ્યા બાદ આપ્યો હતો. અદાલતે આ એક્સટેન્શનને 2021ના પોતાના ચુકાદાનો ભંગ ગણાવ્યો હતો. સુપ્રીમે હવે આઈઆરએસ સંજય મિશ્રાને વધુ એક્સટેન્શન આપવાની મનાઈ ફરમાવી હતી.
અનેક અરજીઓ થઈ હતીઃ સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર 1984ની બેચના આઈઆરએસ અધિકારીને 18 નવેમ્બર, 2023 સુધી પદ પર રહેવાનું હતું. અદાલતે આ ચુકાદો ઘણી અરજીઓ આવ્યા બાદ કર્યો છે. જેમાં કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, જયા ઠાકુર, ટીએમસી નેતા મહુઆ મોઈત્રા અને સાકેત ગોખલેની અરજીઓનો સમાવેશ થાય છે. આ અરજીઓમાં સંજય મિશ્રાને આપવામાં આવેલા ડ્યુટી એક્સટેન્શનને પડકારવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે ફરજ વધુ 1 વર્ષ વધારી હતીઃ સંજય મિશ્રાને પહેલીવાર 19 નવેમ્બર, 2018ના રોજ ઈડીના ડાયરેક્ટર નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ 13 નવેમ્બર 2020ના એક આદેશ અનુસાર કેન્દ્ર સરકારે નિમણુક પત્રમાં ફેરફાર કર્યો અને 2 વર્ષની ફરજને 3 વર્ષની કરી દીધી હતી. (પીટીઆઈ)
- ED summons CM : ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને ત્રીજી વખત સમન્સ, ભાજપ સાંસદે સાધ્યું નિશાન
- Ahmedabad Crime : નકલી ઈડી ડાયરેક્ટર ઝડપાઇ ગયો, મુંબઇમાં મોજશોખ કરવા દોઢ કરોડ પડાવ્યાંનો ખુલાસો