ચંદીગઢ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાના (Rahul Gandhi Rached Sidhu Musewala house) ઘરે પહોંચ્યા છે. અહીં તેઓ મુસેવાલાના પરિવારને મળ્યા અને સિંગરની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. આજે અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે પણ સિદ્ધુ મુસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મુસેવાલાની 29 મેની સાંજે રોડ પર ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Sidhu Musewala Murder case : સિદ્ધુ મુસેવાલા સાથે સેલ્ફી લેનારા છોકરાઓ કોણ હતા? જુઓ વીડિયો...
સિદ્ધુ મૂસેવાલા કૉંગ્રેસ પાર્ટીના સભ્ય હતા : સિદ્ધુ મૂસેવાલા ગાયક હોવાની સાથે કોંગ્રેસ પાર્ટીના સભ્ય પણ હતા. તેમણે આ વર્ષે પંજાબમાં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. મુસેવાલા અને રાહુલ ગાંધી પણ ચૂંટણી દરમિયાન મળ્યા હતા. મુસેવાલા આ ચૂંટણીમાં જીતી શક્યા ન હતા. રાજ્ય સરકારે મૂઝવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યા બાદ આ ઘટના બની હતી. હુમલામાં મુસેવાલાના પિતરાઈ ભાઈ અને એક મિત્રને પણ ઈજા થઈ હતી, જેઓ મુસેવાલા સાથે જીપમાં મુસાફરી કરી રહ્યા હતા.