નવી દિલ્હી : ભારતના વરિષ્ઠ ઓપનર અને નિયમિત વાઇસ-કેપ્ટન લોકેશ રાહુલનું જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાનું સફળ ઓપરેશન થયું(Rahul has a successful surgery) છે. તે હજુ થોડા મહિનાઓ માટે ક્રિકેટમાંથી બહાર રહે તેવી શક્યતાઓ છે. રાહુલ, જે આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તે વર્ષોથી જંઘામૂળમાં તાણ અને પગના સ્નાયુઓની ઈજા સહિત તેના પેટના નીચેના ભાગને લગતી ફિટનેસ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.
આ પણ વાંચો - ભારતના પૂર્વ ક્રિકેટર BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા
રાહુલે ટ્વીટ કરીને આપી જાણકારી -રાહુલે ટ્વીટ કર્યુંને જણાવ્યું કે, “છેલ્લા કેટલાક અઠવાડિયા અઘરા રહ્યા પરંતુ સર્જરી સફળ રહી. હું સાજો થઈ રહ્યો છું. મારી પુનઃપ્રાપ્તિની સફર શરૂ થઈ ગઈ છે. તમારા સંદેશાઓ અને પ્રાર્થનાઓ બદલ તમારો આભાર વ્યક્ત કરુ છું. ટૂંક જ સમયમાં ફરી મળીશું. રાહુલ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે અને ઓસ્ટ્રેલિયામાં આગામી T20 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો - Wimbledon 2022: ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 1લી જ મેચમાં હાર સાથે બહાર થઈ ગઈ
રાહુલના કરિયર પર એક નજર - છેલ્લા આઠ વર્ષમાં, 30 વર્ષીય ખેલાડીએ ભારત માટે 42 ટેસ્ટ, 42 વન-ડે અને 56 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ થકી જણાવવામાં આવ્યું છે કે, રાહુલ થોડા દિવસો આરામ કરશે અને પછી એનસીએમાં તેનું પુનર્વસન શરૂ થશે. નિયમિત નેટ સીઝન શરૂ થતાં થોડા અઠવાડિયા લાગશે અને ચાલો જોઈએ કે તે એશિયન કપમાં પુનરાગમન કરી શકશે કે કેમ, તે હજુ નક્કી નથી.