તેલંગાણા: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ફરી એકવાર તેલંગાણાની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ આજે તેલંગાણામાં 5 જનસભાઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. રાહુલ ગાંધી પિનાપાકા, પારકાલા, વારંગલ પૂર્વ, વારંગલ પશ્ચિમ અને રાજેન્દ્ર નગરમાં ચૂંટણી પ્રચાર કરશે. આજે સવારે 11 વાગ્યાથી તેમનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે.
રાહુલ ગાંધી આજે તેલંગાણામાં, પાંચ જનસભાઓ દ્વારા મતદારોને આકર્ષવાનો કરશે પ્રયાસ, 30 નવેમ્બરે છે મતદાન - રાહુલ ગાંધી
30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ એડિચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ પાછળ રહી નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચારના જંગમાં ઉતરીને ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આજે તેઓ તેલંગાણાની મુલાકાતે આવી રહ્યાં છે. તેલંગાણામાં આજે તેમની પાંચ જનસભાઓ છે.
Published : Nov 17, 2023, 10:52 AM IST
તેલંગાણામાં 5 જનસભા: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા વિજયવાડા એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મનુગુરુ પહોંચશે. બપોરે 12.15 કલાકે તેઓ પિનાપાકા ખાતે આયોજિત જાહેર સભામાં ભાગ લેશે. પિનાપાકાથી હેલિકોપ્ટર દ્વારા તેઓ બપોરે 2:00 કલાકે નરસંમપેટ પહોંચશે અને ત્યાં આયોજિત જાહેર સભાને સંબોધશે. આ પછી, તેઓ નરસંમપેટથી રોડ માર્ગે વારંગલ પૂર્વ જશે. ચાર વાગ્યે નરસંપેટમાં પદયાત્રા થશે. આ અભિયાન વારંગલ પૂર્વથી પશ્ચિમ સુધી ચાલશે. અહીં પ્રચાર કર્યા બાદ રાહુલ હેલિકોપ્ટર દ્વારા હૈદરાબાદ પહોંચશે અહીં તેઓ રાજેન્દ્ર નગરમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે, પ્રચાર પછી તેઓ હૈદરાબાદથી સીધા જયપુર જશે.
30 નવેમ્બરે ચૂંટણી: મહત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધીના તેલંગાણાં પ્રવાસથી કોંગ્રેસના કાર્યક્રરોમાં ખુબ ઉત્સાહ છે, તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે એડિચોટીનું જોર લગાવ્યું છે. નોંધનીય છે કે, તેલંગાણામાં 30 નવેમ્બરે 119 બેઠક ધરાવતી વિઘાનસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માંથી મુક્ત થયેલાં રાહુલ ગાંધી હવે રાજસ્થાન અને તેલંગાણાંમાં પ્રચારનું ફોક્સ વધારી રહ્યાં છે. અને તાબડતોબ રેલીઓ કરીને લોકોનું સમર્થન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.