તેલંગાણા :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તેલંગાણાની ત્રણ દિવસીય મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે તેલંગણાથી દિલ્હી જતા પહેલા તેઓ આર્મુરમાં એક જાહેર રેલીને સંબોધિત કરશે. જોકે વાયનોડના સાંસદ આજે નિઝામાબાદમાં બીજી રેલીને સંબોધવાના હતા. પરંતુ દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવાની હોવાથી આ રેલી રદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ દિલ્હીમાં યોજાનારી મહત્વની બેઠકમાં રાહુલ ગાંધીની હાજરી ફરજિયાત છે. આ કારણોસર નિઝામાબાદની રેલી રદ કરવામાં આવી છે.
આર્મુરમાં જાહેર રેલી : ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશ શાસન દરમિયાન તૈયાર કરવામાં આવેલ જાતિની જનગણનાના આંકડાને કેમ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, તેલંગણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રચાર માટેની વિવિધ સ્થળોએ યોજાયેલી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસને સત્તામાં આવ્યા બાદ દેશમાં જાતિ આધારીત જનગણનાનો અભ્યાસ કરવામાં આવશે.