ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rahul Gandhi Talks to Satyapal Malik: રાહુલ ગાંધી અને સત્યપાલ મલિક વચ્ચે સૂચક મુલાકાત, મહત્વના મુદ્દે થઈ ચર્ચા-વિચારણા - પુલવામા હુમલો

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં રાહુલ ગાંધીએ દેશના મહત્વના મુદ્દાઓ જેવા કે મણિપુર હિંસા, પુલવામા વગેરે પર ચર્ચા કરી છે.

રાહુલ ગાંધી અને સત્પાલ મલિક વચ્ચે સૂચક મુલાકાત
રાહુલ ગાંધી અને સત્પાલ મલિક વચ્ચે સૂચક મુલાકાત

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 6:34 PM IST

Updated : Oct 25, 2023, 7:03 PM IST

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી છે. આ વાતચીતનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં પ્રવેશેલા સત્યપાલ મલિક સાથે રાહુલ ગાંધીએ અનેક મુદ્દે ચર્ચા કરી છે. આ મુદ્દામાં પુલવામાં હુમલો, અડવાણી મુદ્દો, કિસાન આંદોલન, એમએસપી, મણિપુર હિંસા વગેરેનો સમાવેશ થાય છે. પુલવામા હુમલો તેમજ અન્ય મુદ્દાઓ પર સત્યપાલ મલિક કેન્દ્ર સરકારની ટીકા કરી ચૂક્યા છે. મલિકે અનેક મંચો પરથી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સંદર્ભે આ મુદ્દાઓને ફરીથી જનતાને ધ્યાને લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

6 મહિના બાદ ભાજપ સરકાર નહીં હોયઃ સત્યપાલ મલિકે મણિપુર હિંસા મુદ્દે નિવેદન આપ્યું છે. મલિકે કહ્યું કે નોર્થ ઈસ્ટ સેટલ્ડ હતું પરંતુ સરકારે તેને ડિસ્ટર્બ કર્યુ છે. મલિકે 6 મહિના પછી કેન્દ્રમાં ભાજપ સરકાર નહીં હોવાનો લેખિતમાં દાવો પણ કર્યો છે.

જમ્મુ કાશ્મીર મુદ્દે ચર્ચાઃ સત્યપાલ મલિકે કહ્યું કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિને લશ્કર કે દબાણપૂર્વક ઠીક કરી શકાય નહીં. ત્યાંની પ્રજા મિલનસાર છે. તેમના હૃદય જીતીને આપ કંઈપણ કરી શકો છો. હું તેમની સાથે રહેલો છું અને તેમને સાથે લઈને ચાલેલો છું. જમ્મુ કાશ્મીરના લોકોને તેમના રાજ્યનો દરજ્જો સત્વરે મળવો જોઈએ. આર્ટિકલ 370 રદ થવા કરતા પણ વધુ સમસ્યા રાજ્યનો દરજ્જો છીનવાઈ જવાથી થઈ છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત સંઘ એટલા માટે બનાવ્યું કારણ કે સરકારને સ્થાનિક પોલીસના આંદોલનનો ડર હતો. જો કે આવી કોઈ સ્થિતિ હતી જ નહીં. પોલીસ હંમેશા સરકારને વફાદાર રહી છે. ઈદ દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ એક પણ પોલીસ ઓફિસરે રજા લીધી નહીં અને ફરજ પર હાજર રહ્યા. અમિત શાહે પણ અલગ રાજ્યના દરજ્જાનું વચન આપ્યું છે અને ચૂંટણી કરાવવાની વાત કરી છે. મારી વાત સરકાર સાથે આ મુદ્દે થઈ છે. સરકારે રાજ્યના દરજ્જાની જરૂરિયાત વિશે પુછ્યું અને કહ્યું જે ચાલી રહ્યું છે તે ઠીક જ છે. જો કે કાશ્મીરમાં સ્થિતિ ઠીક નથી. વિદ્રોહીઓ પરત ફરી રહ્યા છે. તેમજ આતંકવાદીઓ સક્રિય બની રહ્યા છે. વારંવાર આતંકી ઘટનાઓ ઘટે છે. રજૌરી અને કાશ્મીર ખીણમાં રોજ કંઈકને કંઈક અણબનાવ બનતા રહે છે.

પુલવામા હુમલોઃ પૂર્વ રાજ્યપાલ સત્યાપાલ મલિકે પુલવામાં હુમલાના શહીદો મુદ્દે કેન્દ્ર સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન તાક્યું છે. આ હુમલાની યોગ્ય તપાસ થઈ નથી, જો તપાસ કરવામાં આવે તો ગૃહ પ્રધાને રાજીનામુ આપવું પડત. અનેક ઓફિસરને જેલ થઈ ગઈ હોત. પુલવામા હુમલામાં 40 સૈનિકો શહીદ થઈ ગયા હતા.

જવાનોની લાશ પર લડાઈ ચૂંટણીઃ પુલવામા હુમલો થયો ત્યારે હું ગવર્નર હતો. આર્મીએ એરક્રાફ્ટની માંગણી કરી હતી આ અરજી ગૃહ મંત્રાલયમાં ચાર મહિના સુધી પડી રહી હતી. છેવટે આ અરજી રદ કરાઈ હતી. ચાર મહિના સુધી આર્મીના જવાનો રસ્તા પર ચાલ્યા નહતા કારણ કે તેમણે જીવનો ખતરો હતો. આર્મીએ પાંચ એરક્રાફ્ટની માંગણી કરી હતી. આ મામલો મારી સમક્ષ આવ્યો નહતો. આ મામલો સીઆરપીએફ અને ગૃહમંત્રાલય વચ્ચે ચાલતો હતો. સીઆરપીએફના જવાનોની મૂવમેન્ટની ખબર અમને કરવામાં આવતી નહતી તેઓ સીધા જ ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરતા હતા. જે ગાડી આર્મી ટ્રક સાથે ટકરાઈ તે દસ દિવસથી તે વિસ્તારમાં ફરતી હતી. આ ઘટનાના દિવસે આ માર્ગ પર સિવિલ ટ્રાફિક પણ અટકાવાયો નહતો. જેના પરિણામે વિસ્ફોટક ભરેલી કાર આર્મી ટ્રક સાથે ટકરાઈ અને બ્લાસ્ટ થયો. સત્યપાલે પુલવામા મામલે મને મોં બંધ રાખવાની સૂચના અપાઈ હતી. સત્તાધીશ પાર્ટીએ તપાસ પણ ન કરાવી. સત્યપાલ મલિકનો આરોપ છે કે ચૂંટણી જવાનોની લાશ પર લડવામાં આવી હતી.

મણિપુર હિંસાઃ મલિકે કહ્યું કે, ગોવા બાદ મેઘાલયમાં તેમણે સજાના ભાગ રુપે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. મેં ગોવામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણા નિવેદન કર્યા હતા. મારી પાંચ પોસ્ટિંગ થઈ હતી જે રીતે સરકારી કર્મચારીની થાય છે તેમ. મણિપુર સરકાર સંપૂર્ણ રીતે વિફળ રહી છે. મણિપુર સરકાર મણિપુર રાજ્યમાં જ હિંસા રોકવા અને ક્યાંય આવવા જવામાં નિષ્ફળ રહી છે. તેમ છતા આ સરકારને હટાવવામાં આવતી નથી.

જનતા બધુ સમજે છેઃ સત્યપાલ મલિકે કહ્યું કે, સરકારે કંઈ કરવું જ નથી......માત્ર રાજ કરવું છે. હું ગ્રાઉન્ડ લેવલ પર ગયો છું, મને અનુભવાયું કે જનતા બધું સમજે છે. મેં ઘણી ફરિયાદો કરી તો સીબીઆઈની રેડ મારા સ્ટાફના ઘરે કરવામાં આવી. જો કે અંતમાં તેઓ કહે છે કે અમારી મજબૂરી છે.

  1. Rahul Gandhi Poll Rally : તેલંગાણામાં રાહુલ ગાંધીનો આજે ત્રીજો દિવસ, આર્મુરમાં જાહેર રેલીને સંબોધશે
  2. Rahul Gandhi in Telangana : દેશમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર તેલંગાણામાં હોવાનો આક્ષેપ, રાહુલ ગાંધીનો તેલંગાણા ચૂંટણી રેલીમાં આક્ષેપ
Last Updated : Oct 25, 2023, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details