નવી દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી (Rahul Gandhi Target Modi Govt.) સરકારે ઘટાડેલા EPFOના વ્યાજદરને લઈને સણસણતા ચાબખા મોદી સરકાર પર માર્યા છે. EPFOના વ્યાજદર 8.1 ટકા (Interest Rate of EPFO) કરી દેવા પર શનિવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, લોક કલ્યાણ માર્ગ બનાવી દેવાથી લોકોનું કલ્યાણ થતું નથી. ઘરનું સરનામું લોક કલ્યાણ માર્ગ (Lok Kalyan Marge) એવું રાખી દેવાથી લોકોનું કલ્યાણ નથી થતું. એક ટ્વીટ કરીને તેમણે સામાન્ય કર્મચારીની ચિંતા (Financial Effect on Employees) વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ એવું પણ ઉમેર્યું કે, વર્ષ 2015-16માં EPFOના વ્યાજદર 8.8 ટકા હતા. જેમાં ઘટાડો કરીને હવે 8.1 ટકા કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:શોપિયાંમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો, 2 ઈજાગ્રસ્ત
ટકાવારી સૌથી ઓછી:સરકારે EPFOના ધરાવતા આશરે પાંચ કરોડ ખાતેદારોને વર્ષ 2021-22 માટે ભવિષ્ય પોલીસી પર જમા 8.1 ટકાના દરે વ્યાજને મંજૂરી આપી દીધી છે. છેલ્લા ચાર વર્ષમાં EPFOના વ્યાજદર પર મળનારી ટકાવારીમાં આ ટકાવારી સૌથી ઓછી છે. જેના કારણે કર્મચારીઓને મોટો આર્થિક ફટકો પડે એમ છે. આ વર્ષે માર્ચ મહિનામાં સીબીટીએ વર્ષ 2021-22માં વ્યાજદરને લઈને 2020-21 વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે નિર્ણય કર્યો હતો. એટલે નવા વ્યાજદર 8.1 ટકા લાગુ પડશે. EPFOના વ્યાજદર પર જમા 8.1 ટકા વ્યાજ વર્ષ 1977-78 પછી સૌથી ઓછી ટકાવારી છે. એક એવો પણ સમય રહ્યો હતો જ્યારે EPFOના વ્યાજદર 8 ટકા સુધી સ્થિર રહ્યા હતા. આ પહેલા વર્ષ 2015-16માં વ્યાજદર 8.8 ટકા રહી હતી. જ્યારે વર્ષ 2013-14માં 8.75 ટકા રહી હતી.
આ પણ વાંચો:સાયબર ક્રાઈમનો શિકાર ન થતો બચો: UPI પેમેન્ટ માટે આ ટિપ્સ અનુસરો
બચતને અસર:જોકે, હકીકત એવી પણ છે કે, વ્યાજદરમાં ઘટાડો થવાને કારણે કર્મચારીઓના વાર્ષિક આંકને પણ અસર પહોંચશે. કર્મચારીઓ માટેની આ એક શ્રેષ્ઠ બચત યોજના છે. એમાં પણ સરકારે વ્યાજદરમાં કાપ મૂકીને લોકોની બચતને સીધી અસર કરી છે. રાહુલ ગાંધીએ એવું પણ ઉમેર્યું કે, આ પ્રકારના નિર્ણયથી પ્રજાનું કંઈ સારૂ થવાનું નથી. જોકે, એમની ટ્વીટમાં એક ગ્રાફ પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2015-16થી લઈને આ વર્ષ સુધીના વ્યાજદરમાં થયેલા વધારા ઘટાડાનું સુચન કરે છે.