ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rahul Taunt On Modi Govt: મહેંગાઈ કા વિકાસ જારી, 'અચ્છે દિન' દેશ પે ભારી - પેટ્રોલ અને ડિઝલ

ક્રુડ ઓઇલના સતત વધતા ભાવોને લઈને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi )ની મજાક ઉડાવી છે.

Rahul Taunt On Modi Govt
Rahul Taunt On Modi Govt

By

Published : Jul 9, 2021, 2:17 PM IST

  • ક્રુડ ઓઇલના સતત વધતા ભાવોને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા
  • 'મહેંગાઈ કા વિકાસ જારી, 'અચ્છે દિન' દેશ પે ભારી, PM કી બસ મિત્રો કો જવાબદારી !'
  • રાહુલ ગાંધીએ ટ્વિટની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડિઝલ (Petrol and Diesel) ના ભાવમાં થતાં સતત વધારાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Congress MP Rahul Gandhi)એ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી(Prime Minister Narendra Modi) પર કટાક્ષ કરતા કહ્યું કે, PM કી બસ મિત્રો કો જવાબદારી !

આ પણ વાંચો: 'અબકી બાર પેટ્રોલ-ડિઝલ 100ની પાર' હવે પાણીથી ચલાવો પોતાની કાર...

ક્રુડ ઓઇલના સતત વધતા ભાવોને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા

અડધાથી વધુ દેશમાં પેટ્રોલની કિંમત 100ના આંકડાને પાર કરી ગઈ છે. ડિઝલે પણ કેટલીક જગ્યાએ સદી ફટકારી છે. આ અંગે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, 'મહેંગાઈ કા વિકાસ જારી, 'અચ્છે દિન' દેશ પે ભારી, PM કી બસ મિત્રો કો જવાબદારી !' આ સાથે રાહુલ ગાંધીએ ટ્ટિટમાં PNG, CNGPriceHikeનાં હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો હતો.

પેટ્રોલની કિંમત 100ને પાર

દિલ્હી, કોલકાત, ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. દિલ્હી, કોલકાતા, ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. પેટ્રોલ થોડા દિવસ પહેલા જ મુંબઈમાં સદી ફટકારી ચુક્યું છે. આ જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં પણ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું હતું.

આ પણ વાંચો: Petrol Diesel and CNG Price Hike: આજે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો

CNG થયું મોંઘુ

સતત વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવના વચ્ચે હવે CNG મોંધુ થઈ ગયું છે. દિલ્હીના CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દિલ્હીમાં CNG 43.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહ્યો હતો, જો કે હવે વધીને 44.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details