- મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કરતા વધુ કમાણી કરી
- કેન્દ્ર સરકાર લોકોના ખિસ્સા કાપીને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરી રહી છે
- રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો આરોપ લગાવ્યો હતો
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલ પરના વેરાની વસૂલાત માટે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સથી થતી આવક સાથે જોડાયેલા સમાચારો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ ટકોર કરી હતી કે, મોદી સરકારે ટેક્સ વસૂલાતમાં PH.D કરેલું છે.
છેલ્લા સાત વર્ષમાં બળતણ પરના વેરામાંથી થતી આવક બમણી કરતા વધારે થઈ
આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કરતા વધુ કમાણી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં બળતણ પરના વેરામાંથી થતી આવક બમણી કરતા વધારે થઈ છે.
સરકાર જનતાના ખિસ્સા કાપી રહી છે
'સરકાર જનતાના ખિસ્સા કાપી રહી છે' આ અગાઉ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો આરોપ લગાવ્યો હતો કે સંકટ સમયે લોકોને રાહત આપવાને બદલે કેન્દ્ર સરકાર લોકોના ખિસ્સા કાપીને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરી રહી છે.