નવી દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi Twitted On died of covid) રવિવારે દાવો કર્યો હતો કે, 'સરકારની બેદરકારી" ને કારણે કોરોના દરમિયાન 40 લાખ ભારતીયોના મોત (40 lakh Indians died of Covid) થયા છે. આ સાથે રાહુલ ગાંધીએ ફરી એકવાર માંગ કરી છે કે, તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવવું જોઈએ. ટ્વિટર પર, રાહુલ ગાંધીએ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત કોવિડના મૃત્યુની સંખ્યાને સાર્વજનિક બનાવવાના WHOના પ્રયાસોને (global Covid death count public) અટકાવી રહ્યું છે.
આ પણ વાંચો :શું કોરોના XE વેરિએન્ટ ઓમિક્રોન કરતાં કમજોર છે ? જાણો કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરનું કહેવું છે....
મોદીજી હજુ પણ જુઠ્ઠુ બોલે છે : રાહુલ ગાંધીએ કહ્યું કે, "મોદીજી ન તો સાચુ બોલે છે અને ન તો બીજાને બોલવા દે છે, તેઓ હજુ પણ જુઠ્ઠુ બોલે છે કે ઓક્સિજનની કમીથી કોઈનું મોત ( died due to oxygen shortage) નથી થયું!" કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, "મેં આ પહેલા પણ કહ્યું છે કે - કોવિડ દરમિયાન સરકારની બેદરકારીથી પાંચ લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. મોદીજી તમારી જવાબદારી નિભાવો - પ્રત્યેક (કોવિડ) પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપો."