આઈઝોલ: મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પક્ષના પ્રચાર અર્થે મિઝોરમની રાજધાની આઈઝોલની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની મિઝોરમ યાત્રાના બીજા દિવસની શરૂઆત સ્કૂટર સવારી સાથે કરી હતી. રાહુલ ગાંધી મંગળવારે મિઝોરમના પૂર્વ મુખ્યમંત્રી લાલ થનહવલા સાથે મુલાકાત કરવા માટે સ્કૂટર પર બેસીને નીકળ્યાં હતાં. તેમણે પોતાની લક્ઝરી કારમાં બેસીને જવા કરતા ટૂવ્હીલર ની સવારીનો આનંદ ઉઠાવ્યો હતો. આ પહેલાં રાહુલ ગાંધીએ ચાનમારી ગામથી રાજભવન સુધીની પદયાત્રામાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ એક જનસભાને સંબોધિત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધીના મિઝોરમ આગમન બાદ કોંગ્રેસ પાર્ટીએ આગામી મિઝોરમ વિઘાનસભા ચૂંટણી માટે પોતાના 39 ઉમેદવારોની એક યાદી પણ જાહેર કરી હતી.
Rahul Rides Pillion On Scooter: રાહુલ ગાંધીના મિઝોરમ પ્રવાસનો બીજો દિવસ, મિઝોરમના પૂર્વ મુખ્યમંત્રીને મળવા માટે સ્કૂટર પર પહોંચ્યાં - મિઝોરમની મુલાકાતે રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મિઝોરમના બે દિવસીય પ્રવાસે છે. મંગળવારે તેમણે પોતાના પ્રવાસની શરૂઆત સ્કૂટર સવારી સાથે કરી હતી. મિઝોરમના પૂર્વ મુખ્યમંત્રીને મળવા માટે રાહુલ ગાંધી સ્કૂટર પર બેસીને તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે, 40 બેઠકો ધરાવતી મિઝોરમ વિઘાનસભાની 7 નવેમ્બરે ચૂંટણી યોજાનારી છે. જેના માટે કોંગ્રેસે 39 ઉમેદવારોની એક યાદી પણ જાહેર કરી દીધી છે.
Published : Oct 17, 2023, 3:13 PM IST
કોંગ્રેસે આઈઝોલ પૂર્વ-1 મતસભા વિસ્તારથી લાલસાંગલુરા રાલ્તેને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ વર્તમામનમાં મિઝો નેશનલ ફ્રંટના અધ્યક્ષ અને મુખ્યમંત્રી જોરમથાંગાના નજીકના ગણાય છે. મિઝોરમ કોંગ્રેસ કમિટીના પ્રમુખ લાલસાવતાને આઈઝોલ પશ્ચિમ-3 મેદાનમાંથી ઉતારવામાં આવ્યાં છે. જ્યારે લાલનુનમાવિયા ચુઆંગોને આઈઝોલ-1થી પાર્ટીએ ટિકિટ આપી છે. આ ઉપરાંત લાલરિંડિકા રાલ્તે હાચેકથી. લાલમિંગથાંગા સેલો ડંપાથી, અને લાલરિનમાવિયા આઈઝોલ ઉત્તર-દ્વિતિય વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. 40 બેઠકો ધરાવતી મિઝોરમ વિઘાનસભામાં મિઝો નેશનલ ફ્રંટએ 2018ના પરિણામોમાં વિજય મેળવવા માટે 37.8 ટકા વોટ શેર સાથે 26 બેઠકો હાંસલ કરી હતી. કોંગ્રેસને પાંચ અને ભાજપને એક બેઠક પર જીત હાંસલ થઈ હતી.
મિઝોરમમાં કોંગ્રેસની રણનીતિ: કોંગ્રેસે હાલમાં જ બે જગ્યાએ સ્થાનીક પક્ષો પીપુલ્સ કોન્ફ્રેસ અને જોરમ નેશનલિસ્ટ પાર્ટી સાથે મિઝોરમ સેક્યુલર અલાઈન્સની રચના કરી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ લાલસાવતાએ જણાવ્યું હતું કે, એમએસએની રચના ભાજપ સામે એકજૂટ થઈને લડવા માટે કરવામાં આવી છે. એમએસએ પોતાના સંકલ્પમાં કહ્યું છે કે, જ્યારથી ભગવા પાર્ટી અને તેના સહયોગી 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યાં છે. ત્યારથી અલ્પસંખ્યક સમુદાયો, વિશેષાધિકાર આદિવાસીઓને ધ્વંસ્ત કરવા અને ઘણા કાયદાઓના માધ્યમથી હિન્દુ રાજ્ય સ્થાપિત કરવાના મજબૂત પ્રયાસ કરી રહ્યાં છે. જેના પર એમએસએ મૂકદર્શક બની રહેવા નહીં માંગે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, ભારત તે શ્રેષ્ઠ દેશોમાંથી એક છે જ્યાં ઈસાઈ સુરક્ષિત નથી.