નવી દિલ્હી: રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળ્યું છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને તેમની લોકસભાની સંદસ્યતા પાછી મળી છે. સંસદ ભવન પહોંચતા જ વિપક્ષી પાર્ટી ભારત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. શુક્રવાર 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે 'મોદી' અટક ટિપ્પણી કેસમાં તેમની સજા પર રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે. માર્ચ 2023ના રોજ તેમને નીચલા ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
કોંગ્રેસમાં આનંદના માહોલ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત કર્યા પછી I.N.D.I.A ગઠબંધનના નેતાઓ ઉજવણી કરી હતી. નેતાઓ એકબીજાના મોં મીઠા કરાવતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી જોવા મળી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું, 'સ્પીકરે આજે નિર્ણય લીધો. સુપ્રીમ કોર્ટનો આદેશ મળતાં જ અમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું અને તેને પુનઃસ્થાપિત કર્યું.
સુપ્રીમ કોર્ટેનો સજા પર સ્ટે: મોદી સરનેમ ટીપ્પણી પર અપરાધિક માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સંભળાવવામાં આવેલી સજા પર સ્ટે લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તેમાં કોઈ શંકા નથી કે કોઈ વ્યક્તિ ટિપ્પણી કરતી વખતે સારા મૂડમાં નથી. જાહેર ભાષણ કરતી વખતે વ્યક્તિએ સાવચેતી રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે. તિરસ્કારની અરજીમાં રાહુલ ગાંધીનું સોગંદનામું સ્વીકારતા કોર્ટે કહ્યું કે, “તેણે (રાહુલ ગાંધી) વધુ સાવચેત રહેવું જોઈતું હતું.