બેલ્લારી :કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના હલાકુંડી ગામથીભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરી હતી. આજે યાત્રાનો 38મો દિવસ (Bharat Jodo Yatra Day 38) છે. કોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ યાત્રામાં સામેલ થયા હતા. યાત્રા દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓ હતા.
કર્ણાટકના હલાકુંડી ગામથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા - ભારત જોડો યાત્રા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના હલાકુંડી ગામથી ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરી હતી. તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પૂરી થશે.
![કર્ણાટકના હલાકુંડી ગામથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા કર્ણાટકના હલાકુંડી ગામથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16650605-thumbnail-3x2-bharat-jodo-yatra.jpg)
કર્ણાટકના હલાકુંડી ગામથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા
ભારત જોડો યાત્રા 12 રાજ્યોને આવરી લેશે :ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પૂરી થશે. ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશી હતી અને 21 દિવસમાં 511 કિમીનું અંતર કાપ્યા બાદ તે 20 ઓક્ટોબરે રાજ્યમાંથી બહાર નીકળશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3,500 કિમીની યાત્રા પગપાળા કરશે, જે લગભગ 150 દિવસમાં પૂર્ણ થશે અને 12 રાજ્યોને પણ આવરી લેશે.