નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભા સચિવાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીને લઈને ભાજપના સભ્યોની નોટિસ પર વિગતવાર જવાબ રજૂ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.
ભાજપના સાંસદોએ આપી હતી નોટિસ:10 ફેબ્રુઆરીના રોજ લોકસભા સચિવાલયે રાહુલ ગાંઘીને ભાજપના સાંસદો નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશી દ્વારા તેમની સામે આપવામાં આવેલી વિશેષાધિકાર ભંગની નોટિસનો જવાબ આપવા જણાવ્યું હતું. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીના 7 ફેબ્રુઆરીના ભાષણ પર નોટિસ જારી કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ હિંડનબર્ગ-અદાણી મુદ્દે ટિપ્પણી કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ લોકસભામાં કરેલી પોતાની ટિપ્પણીને યોગ્ય ઠેરવી હતી.
આ પણ વાંચો:Rahul gandhi પહેલા અદાણીના વિમાનમાં મોદી જતા હવે મોદીના વિમાનમાં અદાણી જાય છે
રાહુલ ગાંધીએ આપ્યો જવાબ: રાહુલે વિવિધ કાયદાઓ અને દાખલાઓને ટાંકીને કેટલાક પેજમાં વિગતવાર જવાબ આપ્યો છે. સોમવારે તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડમાં એક સભાને સંબોધતા રાહુલે ગૃહમાં ચર્ચા દરમિયાન તેમના ભાષણમાંથી ઘણી ટિપ્પણીઓ કાઢી નાખવાના નિર્ણયની ટીકા કરી હતી. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું હતું કે તેમણે લોકસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં તેમની દરેક ટિપ્પણી વિશે માહિતી અને પુરાવા આપ્યા છે. જેને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવી છે. દુબે અને સંસદીય બાબતોના પ્રધાન જોશીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમની નોટિસમાં આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની ટિપ્પણી પાયાવિહોણી છે અને તેને અસંસદીય અને અપમાનજનક ટિપ્પણી ગણાવી છે.
આ પણ વાંચો:Rahul Gandhi in Lok Sabha : રાહુલ ગાંધીએ કહ્યું- આજની રાજનીતિ જૂની પરંપરા ગુમાવી રહી છે
જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ: રાહુલ ગાંધીએ અદાણીના મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજે તમે કોઈપણ રસ્તા પર ચાલીને પૂછશો કે કોણે બનાવ્યો છે, તો અદાણીનું નામ સામે આવશે. હિમાચલનું સફરજન અદાણીનું છે. દેશ જાણવા માંગે છે કે, અદાણીના વડાપ્રધાન સાથે કેવા સંબંધો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી 2014માં 609મા નંબરથી આટલા ઓછા સમયમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. અસલી જાદુ ત્યારે શરૂ થયો જ્યારે મોદીજી દિલ્હી આવ્યા.