જયપુર:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં ત્રણ જનસભાઓ સંબોધિત કરી રહ્યાં છે. આજે તેઓ બીકાનેરના તારાનગર, નોહરના હનુમાનગઢ અને સાદુલશહેરના શ્રીગંગાનગરમાં જનસભા ગજવશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈને રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રચાર અર્થે જનતાને આકર્ષવાનો પ્રયાસ કરશે
રાજસ્થાનમાં રાહુલ ગાંધી: રાહુલ ગાંધીની ગુરુવારે રાજસ્થાનના બિકાનેર પંથકમાં ત્રણ જાહેર સભાઓ છે. પ્રથમ બેઠક ચુરુ જિલ્લાના તારાનગરમાં લગભગ 11:45 વાગ્યે યોજાઈ રહી છે, જ્યાં કોંગ્રેસના નરેન્દ્ર બુધનિયા ભાજપની ટિકિટ પર વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ સામે ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક માટે બંને પક્ષ માટે કટ્ટર હરીફાઈ માનવામાં આવી રહી છે. આ પછી રાહુલ ગાંધી બપોરે 1:30 વાગ્યે હનુમાનગઢ જિલ્લાના નોહરમાં જનસભાને સંબોધિત કરશે, જ્યારે બપોરે 3:15 વાગ્યે રાહુલ ગાંધીની સાદુલશહર (શ્રીગંગાનગર)માં જનસભા યોજાશે.
ત્રણ-ચાર દિવસ જયપુરમાં ધામા: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ હવે જયપુરમાં ધામો નાખ્યો છે. તેઓ 16, 17, 19 અને 22 નવેમ્બરે રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ જાહેર સભાઓ અને રોડ શો કરશે. દરમિયાન 19મી નવેમ્બરે રાજધાની જયપુરમાં તેમનો રોડ શો પણ યોજાનારો છે. આ સિવાય બાડમેર, પિલાની, ઉદયપુર શહેર, મુંડાવર અને અલવર ગ્રામીણ વિસ્તારોમાં પણ રાહુલ ગાંધીની જાહેર સભાઓ યોજાનારી છે.
આ વખતે બદલાઈ છે પેટર્નઃ રાહુલ ગાંધીએ ચૂંટણી રાજ્યોમાં પ્રચાર કરવા માટે આ વખતે પોતાની પેટર્ન બદલી છે. હવે તેઓ ત્રણ-ચાર દિવસ એક રાજ્યમાં રહીને ચૂંટણી પ્રચાર પર નજર રાખી રહ્યા છે. અત્યાર સુધી તેમણે મિઝોરમ અને તેલંગાણામાં આ જ પદ્ધતિ અપનાવી હતી. હવે રાજસ્થાનમાં પણ તેઓ આ જ ફોર્મ્યુલા હેઠળ પ્રચારમાં વ્યસ્ત છે. મહત્વપૂર્ણ છે કે, રાજસ્થાન વિઘાનસભાની તમામ 200 બેઠક માટે આગામી 23 નવેમ્બરના રોજ મતદાન થશે.
- Rahul Gandhi Scooter Ride : જયપુરના રસ્તાઓ પર રાહુલ ગાંધીની સ્કૂટર સવારી
- Telangana assembly elections 2023: તેલગાંણાના મતદારોને આકર્ષવા માટે ભાજપની દિગ્ગજ મેદાનમાં, મોદી-શાહ સહિત ટોચના નેતાઓ કરશે ઝંઝાવાતી પ્રચાર