ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rahul Gandhi : PM અદાણી મુદ્દે ડરી ગયા છે, મને નથી લાગતું કે મને ગૃહમાં બોલવા દેવામાં આવશે - રાહુલ ગાંધી - અદાણી અને PMના સંબંધ પર સવાલ

લંડનમાં અનેક વિવાદિત નિવેદનો આપ્યા બાદ રાહુલ ગાંધી બીજેપીના નિશાના પર છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી મુદ્દે પીએમ ડરી ગયા છે, તેથી લાગે છે કે મને ગૃહમાં બોલવા દેવામાં આવશે નહીં.

Rahul Gandhi : PM અદાણી મુદ્દે ડરી ગયા છે, મને નથી લાગતું કે મને ગૃહમાં બોલવા દેવામાં આવશે - રાહુલ ગાંધી
Rahul Gandhi : PM અદાણી મુદ્દે ડરી ગયા છે, મને નથી લાગતું કે મને ગૃહમાં બોલવા દેવામાં આવશે - રાહુલ ગાંધી

By

Published : Mar 16, 2023, 6:00 PM IST

નવી દિલ્હીઃસંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં જ્યાં શાસક પક્ષ રાહુલ ગાંધીની માફીની માંગને લઈને અડગ છે. ત્યાં કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલે કંઈ ખોટું નથી કહ્યું. માફીનો સવાલ જ ઊભો થતો નથી. આ અંગે સંસદના બંને ગૃહોમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો. UKમાં નિવેદનો બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

રાહુલના તીખા પ્રહાર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હું સંસદમાં લાગેલા આરોપોનો જવાબ પહેલા સંસદમાં આપીશ. રાહુલે કહ્યું કે તેમણે ગૃહમાં બોલવા માટે સમય માંગ્યો હતો પરંતુ મળ્યો નથી. રાહુલે કહ્યું કે અદાણી મુદ્દે પીએમ ડરી ગયા છે, આવી સ્થિતિમાં એવું લાગતું નથી કે મને ગૃહમાં બોલવાની તક આપવામાં આવશે. હું મારી વાત ગૃહમાં રાખવા માંગુ છું, પરંતુ મને તક મળી રહી નથી. આ ભારતીય લોકતંત્રની કસોટી છે કે તેમને બોલવા દેવામાં આવશે કે નહીં.

આ પણ વાંચો:Amruta Fadnavis: દેવેન્દ્ર ફડણવીસની પત્નીએ ડિઝાઇનર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શા માટે

અદાણી અને PMના સંબંધ પર સવાલ:રાહુલે ફરી સવાલ ઉઠાવ્યો કે અદાણી અને પીએમ વચ્ચે શું સંબંધ છે? અદાણી મુદ્દે સરકાર ડરી રહી છે. આ સમગ્ર મામલો આ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો છે. રાહુલે કહ્યું કે મને ગૃહમાં બોલવાનો પૂરો અધિકાર છે. રાહુલ ગાંધીએ શાસક પક્ષના ચાર નેતાઓના યુકેમાં આપેલા નિવેદનોને લઈને પૂછપરછ પર સવાલો ઉઠાવ્યા હતા. આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સવારે સંસદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને બીજેપી દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિશે બોલવા માટે સમય આપવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો:Umesh Pal Murder Case: મારા પતિ ઉમેશ પાલ મર્ડર કેસમાં સામેલ નથી, માફિયા અતીક અહેમદના ભાઈની પત્ની

કેમ થયો હોબાળોઃઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ લંડનમાં પોતાના ભાષણ દરમિયાન ચીનના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે. આટલું જ નહીં, રાહુલે કહ્યું હતું કે તેમનો ફોન દેખરેખ હેઠળ છે. સરકાર વિપક્ષનો અવાજ દબાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે નોટબંધી, GST સંબંધિત સમસ્યાઓ અથવા ખેડૂત કાયદા અથવા તો ભારતની સરહદો પર ચીનની આક્રમકતા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાની મંજૂરી નથી. રાહુલ ગાંધીના નિવેદનો પર ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કર્યો હતો. ભાજપના નેતાઓએ કહ્યું કે રાહુલ વિદેશમાં ભારતને બદનામ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details