ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીનો આક્ષેપ : નરેન્દ્ર મોદીએ દરેક યુવાનના ફોનમાં પેગાસસનો આઇડિયા નાંખ્યો - નરેન્દ્ર મોદી

રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીએ ભારતના દરેક યુવાનના ફોનમાં પેગાસસનો વિચાર નાંખ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે પેગાસસ સત્યને દબાવવાનો અને દેશનો અવાજ કચડી નાંખવાનો એક પ્રયત્ન છે.

પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીનો આક્ષેપ
પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીનો આક્ષેપ

By

Published : Aug 5, 2021, 9:05 PM IST

Updated : Aug 5, 2021, 9:12 PM IST

  • રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહાર
  • પેગાસસ મામલે સરકરાને ઘેરવાનો પ્રયત્ન
  • સરકારે ઉદ્યોગપતિઓ સાથે કરી છે પાર્ટનરશીપ

ન્યૂઝ ડેસ્ક: પેગાસસ મામલે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે નરેન્દ્ર નોદીએ દેશના દરેક યુવાનના ફોનમાં પેગાસસ નામનો વિચાર મુક્યો છે અને આ પેગાસસ સત્યને દબાવવાનો અને દેશનો અવાજ કચડી નાંખવાનો એક પ્રયત્ન છે.

સરકારે ઉદ્યોગપતિઓ સાથે કરી છે પાર્ટનરશીપ

બેરોજગારી મુદ્દે કેન્દ્ર સરકારને આકરા હાથે લેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એક પાર્ટનરશીપ બનાવી છે. આ પાર્ટનરશીપમાં દેશના ગરીબો તો નથી જ તેમની સાથે દેશના મોટા ઉદ્યોગપતિઓ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી દેશના યુવાનો, ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ સાથે નથી પણ તેમની પાર્ટનરશીપ 2 થી 3 બિઝનેસ મેન સાથે જ છે. રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી કોર્પોરેટ ક્ષેત્રને ફાયદો પહોંચાડવા માટે અસંગઠિત ક્ષેત્રનો નાશ કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી વાસ્તવિકતા છુપાવે છે

રાહુલ ગાંધી એવો પણ આક્ષેપ કર્યો છે કે લોકસભાનું સત્ય નહીં દેખાય. નરેન્દ્ર મોદીનું કામ દેશનું સત્ય છુપાવવાનું છે. આ સરકાર કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. રાહુલે કહ્યું કે પેગાસસનો આઇડિયા યુવાનોના ફોનમાં નાંખવામાં આવ્યો છે. જો તમે સત્ય બોલો છો તો તમારા ફોનમા પેગાસસ છે.

Last Updated : Aug 5, 2021, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details