નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્ડિયા ગેટ (India Gate in the national capital) પર છેલ્લા 50 વર્ષથી પ્રગટી રહેલી અમર જવાન જ્યોતિનો શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં વિલય કરવામાં આવશે. સેનાના અધિકારીએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. ત્યારે આ મુદ્દે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો-CDS Bipin Rawat: PM મોદી અને રાજનાથ સિંહએ પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ
કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાન ન સમજી શકેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ (Rahul Gandhi on Amar Jawan Jyoti) કરી જણાવ્યું હતું કે, ખૂબ જ દુઃખની વાત છે કે, આપણા વીર જવાનો માટે જે અમર જ્યોતિ પ્રગટતી હતી. તેને આજે બૂઝાવી દેવાશે. કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાન ન સમજી શકે. કોઈ વાત નહીં. અમે અમારા સૈનિકો માટે અમર જવાન જ્યોતિ ફરી એક વાર પ્રગટાવીશું.
આ પણ વાંચો-BirjuMaharaj Passes Away: કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM Modiએ આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં અમર જવાન જ્યોતિનો કરાય છે વિલય
તો સરકારે પણ રાહુલ ગાંધીને (Government's response to Rahul Gandhi) વળતો જવાબ આપવા ટ્વિટ કર્યું હતું. સરકારે ટ્વિટમાં જણાવ્યું હતું કે, અમર જવાન જ્યોતિની જ્યોત બૂઝી નથી રહી. તેનો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં વિલય (Immortal Jawan Jyoti to merge into the flame shining on the National War Memorial) કરવામાં આવી રહ્યો છે. એ આશ્ચર્યની વાત હતી કે, અમર જવાન જ્યોતિની જ્યોતે 1971 અને અન્ય યુદ્ધમાં જીવ ગુમાવનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી, પરંતુ તેનું કોઈ પણ નામ ત્યાં હાજર નહતું.
સૈનિકોને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે
સરકારે ટ્વિટમાં વધુમાં (Government's response to Rahul Gandhi) લખ્યું હતું કે, આ વિડંબના છે કે, જેમણે 7 દાયકા સુધી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ન બનાવ્યું. તેઓ હવે હોબાળો મચાવી રહ્યા છે. જ્યારે યુદ્ધમાં જીવ ગુમાવનારા આપણા ભારતીય સૈનિકોને કાયમી અને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વર્ષ 1971 અને યુદ્ધ પહેલા અને પછીના યુદ્ધો સહિત તમામ યુદ્ધોમાં જીવ ગુમાવનારા ભારતીય સૈનિકોના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં રાખવામાં આવ્યા છે. તેથી ભારતીય સૈનિકોને આપતી જ્યોતને સાચી શ્રદ્ધાંજલિ છે.