નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચોકલેટ ફેક્ટરીનો વીડિયો શેર કર્યો છે. આ ફેક્ટરી તમિલનાડુના નીલગીરી જિલ્લામાં છે. નીલગીરીના ઉટીમાં ચોકલેટ ફેક્ટરી છે, જે માત્ર મહિલાઓ ચલાવે છે. રાહુલે તેમના વીડિયોમાં આ સ્ટોરી શેર કરી છે.
70 મહિલાઓ ચલાવે છે ચોકલેટ ફેક્ટરી: રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો ટ્વીટ કરતા લખ્યું છે કે ઉટીની ચોકલેટ ફેક્ટરીની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, જેને 70 મહિલાઓની ટીમ ચલાવે છે. તેમની વાર્તા ભારતના MSMEની નોંધપાત્ર સંભાવનાનું ઉદાહરણ છે. રાહુલે લખ્યું છે કે તેઓ થોડા દિવસ પહેલા અહીં આવ્યા હતા અને આજે તેઓ પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે.
GSTને લઈને કર્યો સવાલ:તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે રાહુલ ગાંધી ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓ સાથે જોવા મળી રહ્યા છે. તેઓ તેમની સાથે વાતચીત કરતા જોવા મળે છે. તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે તમારે કેટલો GST ભરવો પડશે. આના જવાબમાં તેમને કહેવામાં આવ્યું છે કે તેમને 18% GST ચૂકવવો પડશે. તેના પર રાહુલ ગાંધી કહે છે કે આ સમગ્ર દેશની સમસ્યા છે, મારા મતે એક જ ટેક્સ હોવો જોઈએ, અલગ નહીં. તે પછી તમે જોઈ શકો છો કે તેમણે એક છોકરીને ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
રાહુલે ગ્રામજનો સાથે ડાન્સ કર્યો:જીએસટીને લઈને રાહુલ ગાંધી શરૂઆતથી જ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. અનેક પ્રસંગોએ તેમણે GSTને 'ગબ્બર સિંહ ટેક્સ' કહીને સરકાર પર ટોણો માર્યો છે. ઉટીમાં જ્યાં આ ફેક્ટરી આવેલી છે તે આદિવાસી વિસ્તાર છે. રાહુલે ગ્રામજનો સાથે ડાન્સ કર્યો, તેમની સાથે વાતચીત કરી અને તેમનું સન્માન પણ સ્વીકાર્યું. ગ્રામજનોએ રાહુલ ગાંધીને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
- UP Politics: રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી લડશે - અજય રાય
- Rahul Gandhi News: નહેરૂ તેમના સમયમાં કરેલા કાર્યોથી ઓળખાય છે નામથી નહીઃ રાહુલ ગાંધી