ગુજરાત

gujarat

ETV Bharat / bharat

congress protest : રાહુલ ગાંધીની સજાના વિરોધમાં કોંગ્રેસ આજે વિજય ચોક સુધી કરશે પદયાત્રા - congress protest

રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાને લઈને કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ સંદર્ભે રણનીતિ ઘડવા માટે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે.

congress protest : રાહુલ ગાંધીની સજાના વિરોધમાં કોંગ્રેસ આજે વિજય ચોક સુધી કરશે પદયાત્રા
congress protest : રાહુલ ગાંધીની સજાના વિરોધમાં કોંગ્રેસ આજે વિજય ચોક સુધી કરશે પદયાત્રા

By

Published : Mar 24, 2023, 8:20 AM IST

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ગુરુવારે સુરતની અદાલત દ્વારા ફોજદારી માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ, પાર્ટીએ આગામી દિવસોમાં તમામ સમાન વિચારધારાવાળા પક્ષોને સામેલ કરીને વિશાળ વિરોધનું આયોજન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે, ત્યારબાદ સાંસદો વિજય ચોક તરફ કૂચ કરશે.

માત્ર કાનૂની મુદ્દો નથી પણ રાજકીય છે :રાષ્ટ્રવ્યાપી વિરોધની યોજના બનાવવા માટે તમામ રાજ્ય કોંગ્રેસ પ્રમુખો અને વિધાનસભા પક્ષના નેતાઓને આજે શુક્રવારે સાંજે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતૃત્વએ આ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાતની પણ માગ કરી છે. ખડગેના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસના સાંસદો અને સ્ટીયરિંગ કમિટીના સભ્યોની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, "તે માત્ર કાનૂની મુદ્દો નથી પણ રાજકીય પણ છે કારણ કે શાસક પક્ષ વિપક્ષના નેતાઓને ડરાવવા માંગે છે."

આ પણ વાંચો :Rahul Gandhi Case : રાહુલ ગાંધીને સજા થતાં ભાવનગરમાં કોંગ્રેસે કર્યું પૂતળા દહન

રાહુલ ગાંધીનેે 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી :ગુરુવારે સવારે રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અટક વિશેની તેમની ટિપ્પણી પર 2019ના ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, કોંગ્રેસના નેતાને જામીન આપવામાં આવ્યા હતા અને સુરત કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા દેવા માટે તેમની સજા 30 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Reaction to Rahul Gandhi Case Verdict: માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધી કેસ પર નેતાઓએ આપી પ્રતિક્રિયા

પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો :2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં પ્રચાર દરમિયાન 'બધા ચોરની સરનેમ મોદી કેવી રીતે હોઈ શકે' એવું કહેવા બદલ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 'આ સરકાર સ્પષ્ટપણે સંસદની અંદર વિપક્ષના અવાજોને કચડી નાખવાની એક વ્યૂહરચના પર અને તેની બહાર બીજી વ્યૂહરચના પર નિર્ભર છે. તેથી જો તમે સંસદની બહાર કંઈક બોલો છો, તો તેઓ ગૃહને કામ કરવા દેશે નહીં.

ABOUT THE AUTHOR

...view details