ચંદીગઢઃ બુધવારે સવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હરિયાણાના ઝજ્જર જિલ્લાના છારા ગામ પહોંચ્યા હતા. અહીં તેમણે વીરેન્દ્ર આર્ય અખાડામાં જઈને કુસ્તીબાજ બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હતી. કુસ્તીબાજોએ રાહુલ ગાંધીનું પુષ્પગુચ્છને બદલે તાજા મૂળા આપીને સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ કુસ્તીબાજો સાથે અહીં કલાકો વિતાવી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે પણ કુસ્તીની પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત તેમણે કુસ્તીબાજોની દિનચર્યા પણ જાણી હતી.
રાહુલ ગાંધી પહેલવાનોને મળ્યાંઃ આપને જણાવી દઈએ કે છારા ગામ હરિયાણાના રેસલર દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગ પુનિયા બંને કુસ્તીબાજોએ વીરેન્દ્ર અખાડાથી કુસ્તીની શરૂઆત કરી હતી. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ દિલ્હીમાં કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પહેલવાન સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે વિગતવાર વાત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. પ્રિયંકાએ કુસ્તીબાજોની લડાઈમાં તમામ સહયોગ અને સમર્થનની ખાતરી આપી હતી.
પહેલવાનો પોતાની માંગ પર અડગઃ હકીકતમાં, કુસ્તીબાજો ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ પર અડગ છે. તેમનું કહેવું છે કે યૌન શોષણના આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યારે બ્રિજ ભૂષણના નજીકના સંજય સિંહને WFIના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારે કુસ્તીબાજ સાક્ષી મલિકે વિરોધમાં કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. આ પછી કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ વડાપ્રધાનના નિવાસ સ્થાન સામે પોતાનો પદ્મશ્રી એવોર્ડ છોડી દીધો.
કુસ્તીબાજોને કોંગ્રેસનું સમર્થનઃ ત્યારબાદ કુસ્તીબાજ વિનેશ ફોગાટે પણ પોતાનો અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી હતી. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓ સતત કુસ્તીબાજોને મળી રહ્યા છે. ત્યારથી કોંગ્રેસના નેતાઓની કુસ્તીબાજો સાથે બેઠકોનો દોર ચાલુ છે. સૌ પ્રથમ દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપેન્દ્ર હુડ્ડા કુસ્તીબાજોને મળ્યા. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી અને હવે રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળ્યા છે.
- Rahul Gandhi on bjp: સરકારે અગ્નિપથ યોજનાથી યુવાઓના સપના ધ્વસંત કરી નાખ્યા: રાહુલ ગાંધી
- 'એક કલાકાર દેશની સંસ્થાઓને પોતાના ઈશારા પર કઠપૂતળીની જેમ નાચાવે છે', RJDએ પોસ્ટર દ્વારા PM મોદી પર સાધ્યું નિશાન