ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Rape Case: પીડિત પરિવારને મળ્યા રાહુલ ગાંધી, જણાવ્યું જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યા સુધી સાથે રહીશ - rahul gandhi

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીના જૂના નંગલ વિસ્તારમાં પીડિત બાળકીના પરિવારના સભ્યોને મળ્યા હતા. બાળકીનો મૃતદેહ રવિવારે સાંજે નંગલ સ્મશાનગૃહમાંથી મળી આવ્યો હતો. સંબંધીઓએ સ્મશાનના પૂજારી પર દુષ્કર્મનો અને હત્યાનો આરોપ લગાવ્યો હતો.

Delhi Rape Case: પીડિત પરિવારને મળ્યા રાહુલ ગાંધી જણાવ્યું, જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યા સુધી સાથે રહીશ
Delhi Rape Case: પીડિત પરિવારને મળ્યા રાહુલ ગાંધી જણાવ્યું, જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યા સુધી સાથે રહીશ

By

Published : Aug 4, 2021, 11:00 AM IST

Updated : Aug 4, 2021, 11:46 AM IST

  • દિલ્હીના જૂના નંગલ વિસ્તારમાં હાલમાં જ કથિત રીતે નવ વર્ષની બળકીની હત્યા
  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહોંચ્યા પરિવારને શાંતવના આપવા પહોંચ્યા
  • જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાહુલ ગાંધી તેમની સાથે

નવી દિલ્હી: દિલ્હીના જૂના નંગલ વિસ્તારમાં હાલમાં જ કથિત રીતે નવ વર્ષની બળકીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બુધવારના રોજ સવારે બાળકીના પરિવારના સભ્યોને મળવા પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી.

આ પણ વાંચો: કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ

પીડિત પરિવારની મુલાકાતે રાહુલ ગાંધી

પીડિત પરિવારને મળ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે કહ્યું કે, મેં પરિવાર સાથે વાત કરી અને પરિવાર માત્ર ન્યાય માગી રહ્યો છે. પરિવાર દ્વારા જમાવવામાં આવી રહ્યું હતું કે, તેમને ન્યાય નથી મળી રહ્યો અને તેમને સંપૂર્ણ મદદ મળવી જોઈએ. જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાહુલ ગાંધી તેમની સાથે રહેશે. આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર છોકરી સાથે થયેલી ક્રૂરતાના સમાચાર શેર કર્યા હતા અને લખ્યું હતું કે, "દલિતની પુત્રી પણ દેશની પુત્રી છે."

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. પ્રિયંકાએ ટ્વિટ કર્યું હતું કે, દિલ્હીના નંગલમાં એક સગીર છોકરી સાથેની ઘટના પીડાદાયક અને નિંદનીય છે. વિચારો કે તેના પરિવાર માટે શું ચાલી રહ્યું છે? દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર ગૃહમંત્રી યુપી સર્ટિફિકેટ વિતરણ કરવા ગયા હતા, પરંતુ તેઓ પોતાની જવાબદારી સંભાળી શકતા નથી. હાથરસથી નાંગલ: જંગલરાજ છે.

આ પણ વાંચો: Rape case: વડોદરામાં મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર હોટલમાં દુષ્કર્મ

પૂજારી પર દુષ્કર્મનો અને હત્યાનો આરોપ

દિલ્હીમાં નાંગલ સ્મશાનગૃહ નજીક રહેતી એક સગીર છોકરી રવિવારે સાંજે ઘરેથી પાણી લાવવાનું કહીને બહાર ગઈ હતી, પરંતુ થોડા સમય બાદ તેનો મૃતદેહ વોટર કૂલર પાસે પડેલો મળી આવ્યો હતો. આ કેસમાં પરિવારના સભ્યોએ સ્મશાનના પૂજારી પર દુષ્કર્મનો અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ કેસમાં પુજારી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. સંબંધોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સંમતિ વિના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. દીકરીના શરીર પર દાઝી જવાના નિશાન હતા, જે વીજ કરંટના નથી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.

Last Updated : Aug 4, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details