ગુજરાત

gujarat

ETV Bharat / bharat

pegasus issue: રાહુલ ગાંધી આજે વિપક્ષી નેતાઓ સાથે નાસ્તા પર ચર્ચા કરશે - rahul gandhi

પેગાસસ જાસૂસી કાંડને લઈને સંસદમાં મડાગાંઠ છે. વિપક્ષના હંગામાને કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ રહી છે, પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ સાધવાની આશા નથી. દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) એ વિપક્ષના નેતાઓને નાસ્તા માટે આમંત્રણ આપ્યું છે. જેમાં પેગાસસ પર સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

pegasus issue
pegasus issue

By

Published : Aug 3, 2021, 9:42 AM IST

  • વિપક્ષી દળોએ કરેલા હંગામાને કારણે સંસદમાં મડાગાંઠ
  • રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રણનીતિ પર ચર્ચા કરવા બેઠક બોલાવી
  • વિપક્ષી નેતાઓને આજે સવારે નાસ્તા માટે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આમંત્રણ આપ્યું

નવી દિલ્હી:પેગાસસ જાસૂસી કેસ પર ચર્ચાની માંગણી કરનારા વિપક્ષી દળોએ કરેલા હંગામાને કારણે સંસદમાં મડાગાંઠ છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સરકારને ઘેરી લેવા અને દબાણ કરવાની રણનીતિ પર ચર્ચા કરવા વિપક્ષના નેતાઓ સાથે બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને આજે સવારે નાસ્તા માટે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આમંત્રણ આપ્યું છે.

બંને ગૃહોના વિપક્ષી દળોના નેતાઓ અને સાંસદો બેઠકમાં ભાગ લઈ શકે

સૂત્રોએ જણાવ્યું કે, DMK, શિવસેના, RJD, ડાબેરી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી દળોના નેતાઓને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બંને ગૃહોના વિપક્ષી દળોના નેતાઓ અને સાંસદો આમાં ભાગ લઈ શકે છે. સોમવારે સંસદ ભવનમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં અગ્રણી વિપક્ષી નેતાઓએ બેઠક કરી હતી. આ બેઠકમાં સામેલ નેતાઓએ ભાર મૂક્યો હતો કે, સરકારે પેગાસસ મુદ્દે સંસદમાં ચર્ચા કરવી જોઈએ અને તેઓ આ માગને જોરશોરથી ઉઠાવવાનું ચાલુ રાખશે.

સરકારના વલણના વિરોધમાં મોક સંસદની કાર્યવાહીનું આયોજન કરવાનું સૂચન

સૂત્રોએ એમ પણ કહ્યું કે, કેટલાક નેતાઓએ સરકારના વલણના વિરોધમાં મોક સંસદની કાર્યવાહીનું આયોજન કરવાનું સૂચન કર્યું છે. માનવામાં આવે છે કે વિપક્ષી નેતાઓની આજની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો:સંસદમાં આજે પણ હંગામો થવાની સંભાવના

રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને નાસ્તા માટે બોલાવ્યા

રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને એવા સમયે નાસ્તા માટે બોલાવ્યા છે જ્યારે પેગાસસ અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલી રહી છે. ચોમાસું સત્ર 19 જુલાઈથી શરૂ થયું હતું, પરંતુ અત્યાર સુધી બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે, સરકાર પહેલા પેગાસસ જાસૂસી કૌભાંડ પર ચર્ચા કરવા માટે તૈયાર થયા બાદ જ સંસદમાં મડાગાંઠનો અંત આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિપક્ષની માગને ફગાવી દેતા શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે તે બિલકુલ મુદ્દો નથી.

આ પણ વાંચો:સંસદમાં મડાગાંઠના કારણે કરદાતાઓના 133 કરોડ રૂપિયા વેડફાયા

ABOUT THE AUTHOR

...view details