નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે લદાખના બે દિવસીય પ્રવાસ પર જશે. રાહુલ ગાંધી ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ લદાખના પ્રવાસ પર જઈ રહ્યા છે. અગાઉ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના જમ્મુ અને શ્રીનગરનો પ્રવાસ કર્યો હતો, પરંતુ લદાખ જઈ શક્યા નહતા.
Rahul Gandhi's News: રાહુલ ગાંધી આજથી લદાખના બે દિવસીય પ્રવાસે - રાહુલ ગાંધી
કૉંગ્રેસ પાર્ટીના સૂત્રો અનુસાર વાયનાડ સાંસદ રાહુલ ગાંધી લદાખના પ્રવાસે જઈ શકે છે. આ અગાઉ તેઓ બે વાર જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા પરંતુ લદાખની મુલાકાત લઈ શક્યા નહોતા. હવે આજથી રાહુલ ગાંધીના કરશે લદાખનો બે દિવસીય પ્રવાસ, વાંચો વિસ્તારપૂર્વક
યુરોપ પ્રવાસની પણ શક્યતાઓઃ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન જમ્મુ અને શ્રીનગરનો પ્રવાસ ખેડ્યો હતો. ફેબ્રુઆરીમાં પણ તેઓ જમ્મુ કાશ્મીરના પ્રવાસે હતા, પરંતુ લદાખની મુલાકાત લઈ શક્યા નહતા. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં રાહુલ ગાંધી યુરોપ પ્રવાસ કરી શકે તેવી શક્યતાઓ છે. યુરોપ પ્રવાસમાં તેઓ બેલ્જિયમ, નોર્વે અને ફ્રાન્સની મુલાકાતને પણ આવરી લેશે. યુરોપ પ્રવાસ દરમિયાન યુરોપીય સંઘના સાંસદો, ભારતીય પ્રવાસીઓ અને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને મળશે. આ વર્ષે 10 દિવસીય અમેરિકાના પ્રવાસ બાદની વિદેશ યાત્રા હશે.
કેમ્બ્રિજનું ભાષણનો વિવાદઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કને આવરી લીધા હતા. જ્યાં તેમણે ભારતીય પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને કાયદાશાસ્ત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલના ભાષણને લીધે ભાજપ તેમના વિદેશ પ્રવાસની ટીકાઓ કરી રહ્યું છે. કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી ખતરામાં છે. ભારતમાં હું વિપક્ષનો નેતા છું. લોકશાહી માટે સંસ્થાકીય પ્રણાલિ આવશ્યક છે. ભારતમાં સંસદ, સ્વતંત્ર પ્રેસ, ન્યાય પ્રણાલિ, વિચારોની સ્વતંત્રતા બધા પર મર્યાદા લાદી દેવામાં આવી છે. ભારતમાં અમે સૌ લોકશાહીની પાયાગત સંરચના પર હુમલાને વેઠી રહ્યા છીએ.